રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી કોરોના પોઝિટીવ

ગંગૂબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ રોકી દેવાયું
આલિયા ભટ્ટ પણ થઈ હોમ ક્વોરન્ટાઈન

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા.9
એકટર રણબીર કપૂરના કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે ડાયરેકટર-પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલી પણ કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. ડાયરેકટર અત્યારે સેલ્ફ ક્વારેન્ટીનમાં છે. રિપોર્ટ એ પણ છે કે પોતાની અપકમિંગ ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીના શુટિંગ દરમ્યાન સંજય લીલા ભણસાલીને કોરોના વાયરસ થયો છે. હાલ ફિલ્મનું શુટિંગ રોકી દીધું છે.
ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મનું શુટિંગ મુંબઇ ફિલ્મ સિટીમાં થઇ રહ્યું હતું. સંજય લીલા ભણસાલી કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મનું શુટિંગ બંધ કરી દેવાયું છે અને તમામ કાસ્ટ અને ક્રૂનો કોરોના ટેસ્ટ કરાયો છે. સૂત્રોએ કહ્યું કે સંજય લીલા ભણસાલી કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે અને તેઓ અત્યારે સેલ્ફ-ક્વારેન્ટીનમાં છે. આલિયા ભટ્ટે પણ પોતાને ક્વારેન્ટીન કરી દીધી છે. રણબીર કપૂર પણ પોઝિટિવ આવ્યો છે. જે પણ સંજયના સંપર્કમાં આવ્યા છે તમામે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. જેમાં અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ક્વોરન્ટાઈન થવું પડ્યું છે.
સૂત્રોએ સંજય લીલા ભણસાલીની માતાની તબિયતની માહિતી આપતા કહ્યું કે તેઓ સ્વસ્થ છે. તેમણે કહ્યું કે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સંજયે સૌથી પહેલાં પોતાની માતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો અને તેઓ સાજા છે પરંતુ તેમણે પણ સાવધાની રાખતા પોતાને ક્વારેન્ટીન કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલી હાલ ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હતા. તાજેતરમાં એકટર અજય દેવગણે કેમિયો અપીયરન્સ માટે ફિલ્મને જોઇન કરી હતી. 30 જુલાઇના રોજ ફિલ્મના થિયેટર રિલીઝનું એનાઉન્સમેન્ટ કરાયું છે. પરંતુ હવે ફિલ્મના ડાયરેકટર સંજયના કોવિડ-19 પોઝિટીવ મળ્યા બાદ ફિલ્મનું શુટિંગ રોકી દીધું છે. તેનાથી ફિલ્મની રિલીઝ ડેટ પર શું અસર પડે છે એ જોવાનું રહેશે.

રિલેટેડ ન્યૂઝ