સુશાંત અને કંગનાને નૅશનલ ફિલ્મ ઍવોર્ડ

2019નાં (67માં) ફિલ્મ ફૅર એવોર્ડની કોરોનાનાં કારણે 1 વર્ષ મોડી થઇ જાહેરાત

* બેસ્ટ ફિચર ફિલ્મ-Marakkar Arabikkadalinte Simham જશળવફળ
* બેસ્ટ અભિનેત્રી: મણિકર્ણિકા અને પંગા માટે કંગના રનૌત
* બેસ્ટ હિન્દી ફિલ્મ: છીછોરે (સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ)
* બેસ્ટ એક્ટર: હિન્દી ફિલ્મ માટે મનોજ બાજપેયી અને અસુરન તમિલ માટે ધનુષ (સંયુક્ત)
*4 બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- કેરસી – તેરી મિટ્ટી B Praak
* બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી- પલ્લવી જોશી (તાશકંદ ફાઇલ્સ માટે)


* બેસ્ટ ડાયરેક્ટર- બહત્તર હૂરેં માટે સંજય પૂરન સિંહ ચૌહાણ


* સ્પેશિયલ મેન્સન) બિરયાની, જોનાકી પોરૂઆ, લતા ભગવાન કારે, પિકાસો.
* બેસ્ટ સ્ક્રીન પ્લે (ડાયલોગ રાઇટર) વિવેક રંજન અગ્રિહોત્રી, તાશકંદ ફાઇલ ફિલ્મ માટે
* બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ- હિન્દી ફિલ્મ કસ્તૂરી.

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.22
67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સુશાંત સિંહ રાજપૂતની છિછોરેને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. તો અભિનેત્રી કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. તો હિન્દી ફિલ્મ ભોંસલે માટે મનોજ વાજપેયી અને અસુરન (તમિલ) માટે ધનુષને સંયુક્ત રૂપથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
સેરેમનીમાં 1 જાન્યુઆરી, 2019થી 31 ડિસેમ્બર, 2019 સુધીની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને સર્ટિફાઈડ કરેલી છે. એવોર્ડ માટે અંતિમ એન્ટ્રી 17 ફેબ્રુઆરી, 2020 હતી. આ સેરેમની ગયા વર્ષે થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ વર્ષે થઈ રહી છે. સુશાંતની ફિલ્મ ’છિછોરે’ને બેસ્ટ હિંદી ફિલ્મનો નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત પોતાના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ