કોરોનાએ ‘મહાભારત’ના ઇન્દ્રદેવનો પણ લીધો ભોગ

કોરોનાએ ‘મહાભારત’ના ઇન્દ્રદેવનો પણ લીધો ભોગ
(પ્રતિનિધિ દ્વારા) લુધીયાણા તા. 10
પંજાબી ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા સતીશ કૌલનું 74 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. તેઓ કોરોના પોઝિટિવ હતાં. સતીશ કૌલે 300થી વધુ ફિલ્મમાં કામ કરનાર સતીશે સિરિયલ ’મહાભારત’માં ઈન્દ્રનો રોલ પ્લે કર્યો હતો.
સતીશ કૌલની બહેન સુષ્મા કૌલે કહ્યું હતું, ’તે લુધિયાણામાં રહેતા હતા. પાંચ દિવસ પહેલાં તેમને તાવ આવ્યો હતો. જોકે, તે સમયે તેમણે કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો નહોતો, કારણ કે તેમને ડર હતો કે તેઓ પોઝિટિવ આવશે. 3 દિવસ પહેલાં તેમની પરિસ્થિતિ ઘણી જ બગડી હતી અને તેમની કેર ટેકર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીંયા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેમની સ્થિતિ સારી હતી. આજ સવારે જ મેં તેમની સાથે વાત કરી હતી. જોકે, થોડાં કલાક બાદ જ તેમના અવસાનના સમાચાર આવ્યા હતા.’
સતીશ કૌલે પંજાબી, હિંદીમાં 300થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં ’આંટી નંબર 1’, ’પ્યાર તો હોના હી થા’, ’ખેલ’, ’કર્મા’ સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. ટીવીમાં ’વિક્રમ ઔર બેતાલ’, ’ધ રિયલાઈઝેશન ઓફ પ્રિન્સ આનંદસેન’ સહિતના વિવિધ શોમાં કામ કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ