બિગ બોસ હવે TV પર નહીં આવે

પોતાની 15મી સિઝનના 6 અઠવાડીયાના એપિસોડ ઓટીટી પર સ્ટ્રીમ થશે અને ધીરે ધીરે ટીવી પર સ્ટ્રીમ કરવામાં આવશે. સાથે જ શોનું નામ પણ બદલાઇ ગયુ છે. હવે શો બિગબોસ ઓટીટીના નામે ઓળખવામાં આવશે. બિગબોસ ઓટીટી વૂટ પર સ્ટ્રીમ થશે અને તે એક જનતા ફેક્ટર આપશે. જેમાં જનતા પણ ડિસાઇડ કરી શકશે કે આ ખેલાડીને શોની બહાર કરવો કે નહી.
વૂટ સિલેક્ટના પ્રમુખ ફરજાદ પાલિયાએ કહ્યું કે, વૂટમાં ક્ધટેન્ટની આસપાસના અનુભન અને નવા વિચારોની અમારી રણનીતિ સૌથી આગળ છે. બિગબોસ સિઝનમાં જબરજસ્ત સફળતા મળી છે અને તે
ભારતનો સૌથી મોટો એન્ટરટેઇન કરતો શો બની ગયો છે. બિગબોસનો શુભારંભ ડિજીટલ દ્રષ્ટિકોણને મજબૂત કરવા તરફ પહેલું પગલુ છે.
બિગબોસની પૂર્વ ક્ધટેસ્ટન્ટ અને વિજેતા શ્વેતા તિવારી પણ ઓટીટીને લઇને ઘણી જ એક્સાઇટેડ છે. તે કહે છે કે, હું આ જાણીને ખુબ ખુશ અને ઉત્સાહિત છુ કે મારો ફેવરિટ રિયાલીટી શો વર્ષની શરૂઆતમાં આવી રહ્યો છે અને મારા માટે બિગબોસ જીવન બદલી દેનારો અનુભવ હતો. આ શોએ મને એક કલાકારના રૂપમાં મારુ વ્યક્તિત્વ જાણવાની તક આપી અને મને સહનશીલ બનાવી છે.

રિલેટેડ ન્યૂઝ