મૃત્યુંના અકળ રહસ્ય સાથે અનંતની વાટે સિધ્ધાર્થ શુક્લા

મૃત્યુંનું સાચું કારણ 20-25 દા’ડા પછી મળશે ?
કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુંબઈ પોલીસને આજે (3 સપ્ટેમ્બર)એ સવારે આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર 5 ડોક્ટર્સની સિગ્નેચર છે. કૂપર હોસ્પિટલના 3 એક્સપર્ટ ડોક્ટરે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કર્યું હતું અને તેમણે પોતાના ફાઇનલ રિપોર્ટમાં મોતનું કારણ જણાવ્યું નથી. સૂત્રોના મતે, રિપોર્ટમાં સિદ્ધાર્થના શરીર પર કોઈપણ જાતની એક્સટર્નલ ઈજાનાં નિશાન જોવા મળ્યાં નહોતાં. મુંબઈ પોલીસ ફોરેન્સિક રિપોર્ટ તથા કેમિકલ એનાલિસિસ પછી જ કોઈ નિષ્કર્ષ પર પહોંચેશે. સૂત્રોના મતે, વિસેરા સેમ્પલ કલીના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આપશે. આ રિપાર્ટ આવતા 20-25 દિવસનો સમય થશે. એટલે કે હવે માત્ર વિસેરા રિપોર્ટ પરથી જ મોતનું સાચું કારણ જાણવા મળશે.
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થના આકસ્મિક અવસાનના સમાચાર મળતાં જ ટીવી તથા બોલિવૂડ સેલેબ્સ કૂપર હોસ્પિટલ તથા ઘરે આવ્યા હતા, જેમાં વરુણ ધવન, રાજકુમાર રાવ, સંભાવના સેઠ, રશ્મિ દેસાઈ, ગૌહર ખાન, ગુરમીત ચૌધરી, દેવોલીના ભટ્ટાચાર્ય, વિકાસ ગુપ્તા, અસીમ રિયાઝ, આરતી સિંહ, શેફાલી જરીવાલ સહિતના સેલેબ્સ સામેલ હતાં.
સો.મીડિયામાં અક્ષય કુમારથી લઈ ક્રિતી સેનન, સોનમ કપૂર, સુનીલ શેટ્ટી, અજય દેવગન, જેક્લિન ફર્નાન્ડિઝ સહિતના અનેક સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો.

ટીવી-સ્ટારની અંતિમવિધિમાં બોલિવુડ-ટેલિવુડની હસ્તીઓએ ગમગીન ચહેરે આપી આખરી વિદાઇ

v

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 3
40ની ઉંમરમાં સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડાદસ વાગે કૂપર હોસ્પિટલે આ એક્ટરને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ડોક્ટર્સે ડેથ બિફોર અરાઇવલ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાડાત્રણ વાગે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું
અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું. સિદ્ધાર્થના અંતિમસંસ્કાર 3 સપ્ટેમ્બરના રોજ અઢીથી પોણાત્રણની આસપાસ ઓશિવારા સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારની પૂજામાં શેહનાઝ ગિલ પણ બેઠી હતી. તેણે પણ અંતિમ પૂજા કરી હતી.
કૂપર હોસ્પિટલે એક વાગ્યાની આસપાસ સિદ્ધાર્થનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ કૂપર હોસ્પિટલથી જ ઓશિવારા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો. અહીં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકોએ પોતાના રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કર્યા હતા. સિદ્ધાર્થ શુક્લાની માતા રીટા શુક્લાએ મુખાગ્નિ આપ્યો હતો. આ સમયે દરેકની આંખો રડી પડી હતી. ઉલ્લેખનીય છે કે આ જ સ્મશાનમાં ’બાલિકાવધૂ’ ફેમ પ્રત્યુષા બેનર્જીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
સિદ્ધાર્થ શુક્લાના અંતિમસંસ્કારમાં એક્ટ્રેસ દલજિત કૌર, સંભાવના સેઠ, એક્ટર કરન વી ગ્રોવર, રાહુલ મહાજન, અસિમ રિયાઝ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. ઓશિવારા સ્મશાન ઘાટમાં ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી અને આ જ કારણે પોલીસ-બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ