ફિલ્મ સ્ટાર અક્ષય કુમારને માતૃ શોક

મુંબઇ: આજે સવારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતાનું અરુણા ભાટિયાનું મૃત્યુ થયું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શેર કરીને આ વાતની જાણકારી આપી. આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરે અક્ષય કુમારનો 54મો જન્મદિવસ છે, એના એક દિવસ પહેલાં તેની માતાનું અવસાન થયું. અરુણા ભાટિયાએ હીરાનંદાની હોસ્પિટલમાં આજે (8 સપ્ટેમ્બર)ના રોજ સવારે છથી સાતની વચ્ચે અંતિમ શ્વાસ લીધા હતા. અરુણા ભાટિયાને શુગરનો પ્રોબ્લેમ હતો.
અક્ષયે પોસ્ટમાં લખ્યું, તેઓ મારો મહત્ત્વનો ભાગ હતાં. તેમની વિદાયથી આજે મને અસહનીય દુ:ખ થઇ રહ્યું છે. મારી માતા અરુણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ચાલ્યાં ગયાં. હું તમારી પ્રાર્થનાઓનું સન્માન કરું છું. હાલ હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઓમ શાંતિ.થ
અક્ષય કુમારનાં માતા હીરાનંદાની હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ) માં એડમિટ હતાં. તેમની હાલત ગંભીર હતી. તબિયત ખરાબ હોવાથી અક્ષય મમ્મીથી દૂર રહી શક્યો નહીં. આથી જ તેણે ભારત પરત ફરવાનો નિર્ણય લીધો. અરુણા ભાટિયાને શુક્રવાર 3 સપ્ટેમ્બરના રોજ એડમિટ કરવામાં આવ્યાં હતાં. પરિવારના આગ્રહથી હોસ્પિટલે સારવારની તમામ માહિતી છુપાવીને રાખી હતી છે. અક્ષય કુમાર 6 સપ્ટેમ્બરે ભારત પરત ફર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ