કિંગખાનનો ફટકો: બાય-જ્યુસ્ો શાહરૂખનોચમકાવતી જાહેરાતો ઉપર રોક લગાવી

હુંડાઈ, બીગબાસ્કેટ, આઈસીઆઈસીઆઈ સહિતની કંપનીઓ પણ હાલ સાવચેતીથી આગળ વધશે

બેંગ્લોર: શાહરુખખાનને તેના પુત્ર આર્યનખાનની ડ્રગ કાંડમાં સંડોવણીની મોટી કિંમત ચુકવવી પડે તેવી શકયતા છે. શાહરુખનો એ વિડીયો હવે વાયરલ થયો છે જેમાં તેનો પુત્ર ડ્રગ લે, છોકરીઓની પાછળ દોડી અને સેકસ માણે તો પણ તેને વાંધા નથી તેવું જણાવ્યું હતું. સીમી ગ્રેવાલ સાથેની મુલાકાત સમયે શાહરુખની આ વાતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી પણ હવે આર્યન વાસ્તવિક રીતે ડ્રગકાંડમાં ફસાતા જ શાહરુખને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતી કંપનીઓ હવે તેના કરાર પર પુન: વિચારણા કરી રહી છે અને તેમાં ઓનલાઈન એજયુકેશન બ્રાન્ડ બૈજુ’સ જેમાં શાહરુખ બ્રાન્ડ એમ્બેસેડર છે અને હજું એક સપ્તાહ પુર્વે જ તેની નવી એડ. રીલીઝ થઈ હતી પણ હવે તે આઈપીએલ વિ. માં એડવાન્સ બુકીંગ છતાં હાલ રોકી દીધી છે. બેંગ્લોર સ્થિત એડ. ટેક સ્ટાર્ટઅપ પર સોશ્યલ મીડીયામાં જબરી પસ્તાળ પડી રહી છે. શાહરુખ આ ઉપરાંત હુંડાઈ, એલજી, દુબઈ ટુરીઝમ, આઈસીઆઈસીઆઈ બેન્ક રીલાયન્સ જીયો વિ.નો પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. બૈજુસે તો શાહરુખખાનની એડ ‘પોઝ’ કરી દીધી છે.

રિલેટેડ ન્યૂઝ