આર્યન ખાનના જામીન પરની સુનાવણી આવતીકાલે થશે

એનસીબીને જવાબ તૈયાર કરવા કોર્ટનો નિર્દૃેશ

મુંબઈ, તા.૧૧
બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનના દૃીકરા આર્યન ખાનની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. આર્યન અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના વકીલોની દૃલીલો સાંભળ્યા બાદૃ કોર્ટે આગામી સુનાવણી ૧૩ ઓક્ટોબર પર મુલતવી રાખી છે. ૧૩ ઓક્ટોબરે સવારે ૧૧ કલાકે આ કેસની સુનાવણી થશે. મતલબ કે, આર્યન ખાનને હજી ઓછામાં ઓછા ૩ દિૃવસ આર્થર રોડ જેલમાં કાઢવા પડશે.
આર્યન ખાન ઉપરાંત ડ્રગ્સ કેસમાં પકડાયેલા અરબાઝ મર્ચન્ટના વકીલે જામીન અરજી તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. આર્યનના વકીલ સતીશ માનિંશદૃેએ પણ જામીન અરજી પર સુનાવણીની માગ કરી છે. જોકે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જવાબ આપવા માટે ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય માગ્યો છે. એનસીબીએ કહૃાું, અમે આ કેસમાં ૨૦ લોકોની ધરપકડ કરી છે. હજી તપાસ ચાલુ છે એટલે જવાબ આપવામાં સમય લાગશે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના આ તર્ક પર સેશન્સ જજે નિર્દૃેશ કર્યો કે એનસીબી બે દિૃવસમાં જવાબ તૈયાર કરી દૃે. મતલબ કે, હવે ૧૩ ઓક્ટોબરે થનારી સુનાવણીમાં આર્યનની જામીન અરજી મામલે એનસીબીએ પોતાનો જવાબ આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આર્યન ખાનની જામીન અરજી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી હતી.

રિલેટેડ ન્યૂઝ