લગ્ન ગાળામાં એસ.ટી.ની જાનલઇને બસ દોડાવાશે

ખાનગી બસનું ભાડું વધતા લોકોનો એસ.ટી તરફ ઝૂકાવ વધ્યો
છેલ્લા થોડા સમયથી પેટ્રોલ-ડીઝલ સીએનજી ગેસોમાં અસહ્ય ભાવ વધારો થયો હતો. જેના કારણે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડામાં અસહ્ય વધારો કર્યો હતો. ત્યારે લગ્નપ્રસંગમાં જાન લઇ જવા માટે ખાનગી ટ્રાવેલ્સોનું ભાડું વધારે હોવાથી લોકોનો એસટી બસ તરફ ઝુંકાવ વધ્યો છે. તેમજ હવે લગ્નપ્રસંગોમાં એસટીની બસો લઇ જવાનો લોકોમાં અનોખો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે.

રાજકોટ તા. 25
દિવાળી બાદ લગ્નની સિઝન ખીલી છે અને તેનો ફાયદો એસ.ટી નિગમને થઈ રહ્યો છે. રાજકોટમાં આશરે 40 જેટલી એસ.ટી. બસો બુક થઈ છે અને દરરોજની 1 થી 3 બસો બુક થઈ રહી છે. રાજકોટના 40 વરરાજા સરકારી બસમાં પરણા જશે. નિગમને આખા રાજ્યમાંથી એક જ મહિનામાં રૂા. 74.88 લાખની આવક લગ્ન પ્રસંગમાં મોકલાતી બસમાંથી થઈ છે.
આ અંગે રાજકોટ ડિવિઝનના ડીસી કળોતરાએ જણાવ્યું હતું કે રાજકોટમાં દરરોજની 4 થી 5 જેટલી ઈન્કવાયરી આવી રહી છે અને હાલ 40 જેટલી બસ બૂક થઈ ગઈ છે આ આંકડો વધી પણ શકે છે. 60 કિ.મીની મર્યાદામાં બસ ફાળવવામાં આવે છે જેમાં 51 સીટની બસમાંમ રૂા. 4000 અને 35 સીટની બેઠક વ્યવસ્થા માટે રૂા. 3000 ભાડુ વસુલવામાં આવી રહ્યું છે.
ગુજરાત વાહન વ્યવહાર વિભાગને દિવાળીનો તહેવાર ફળ્યા બાદ હવે લગ્નની મોસમ પણ નિગમને આર્થિક દ્રષ્ટિએ ફળી છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગે પોતાની બસોને લગ્ન પ્રસંગે જાનમાં ભાડે આપતું હોય છે. ચાલુ મહિનામાં જ એસટી નિગમની કુલ 546 બસ લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે થયો છે. જેમાંથી 74 લાખ 88 હજાર 509 ની આવક થઈ છે. સૌથી વધુ રાજ્યમાં મહેસાણા વિભાગમાં 140 બસ, હિંમતનગરમાં 46, જામનગરમાં 45, અમદાવાદમાં 43, વડોદરામાં 35, પાલનપુરમાં 37, સુરતમાં 20, રાજકોટમાં 18, બસ નોંધાઈ છે.
એસ.ટી.ની બસમાં ભાડુ પ્રતિ કિલોમીટર 40-50 વસુલવામાં આવે છે જેથી એસ.ટી.બસ પરવડે તેવી હોવાથી લોકોમાં તેના ઉપયોગનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે. એસ.ટી. નિગમે 4 વર્ષ પહેલા પોતાની બસોને લગ્ન પ્રસંગે ભાડે આપવાની યોજના બહાર પાડી હતી.

રિલેટેડ ન્યૂઝ