સિવિલ હોસ્પિ.ના લાભાર્થે રક્તદાન કેમ્પ

એસ્પ્રીરેશન ફાઉન્ડેશન અને અક્ષર સ્કૂલ દ્વારા અનેરૂ સેવાકાર્ય

રાજકોટ તા.24
સિવિલ હોસ્પિટલના થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કેન્સર, કીડનીના તથા અન્ય જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી એસ્પ્રીરેશન ફાઉન્ડેશન, અક્ષર સ્કુલ તથા શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગૃપના સંયુક્ત ઉપક્રમે તા.26/12/21 ને રવિવારે સવારે 10 થી 2 વાગ્યા સુધી અક્ષર સ્કુલ આરએમસી વોર્ડ નં.9 ની ઓફીસ સામે, 150 ફુટ રીંગરોડથી નાગરીક બેંકવાળી શેરી, ચંદન પાર્ક મેઇન રોડ રાજકોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
અક્ષર સ્કુલ પરીવારના અજય રાજાણી, નિલેશ વઘાસીયા, જે. એન.મહેતા, એસ્પ્રીશ ફાઉન્ડેશનના દેવ અગ્રવાલ, જીલ ગજેરા, કુનાલ ભીમાણી, પ્રિયાંશુ વાલેરા, મોહીત શર્મા, જાહલ રાઠોડ, શ્રેય અગ્રવાલ તથા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી, દિપ કોટેચા, વૈભવ વખારીયા તેમજ સિવિલ બ્લડબેંકના એમ. ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ કરાઇ છે.

રિલેટેડ ન્યૂઝ