ઇન્સટાગ્રામમાં સ્ટોરી મુકતા બે યુવાનને આઠ શખ્સો ઉઠાવી ગયા

મોરબીમાંથી અપહરણ કરી પાઇપથી મારમાર્યો

મોરબી તા. 12
મોરબીમાં સોસીયલ મીડિયા ફરી એક વખત માથાકૂટનું કરણ બન્યું છે જેમાં સ્ટોરી મુકવા બાબતે મોરબીના લાઇન્સનગરના યુવાનનું આપહરણ કરી આઠ શખ્સોએ લોખંડના પાઇપ સહિતના હથિયારો વડે માર મારી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગરમાં રહેતા રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના 18 વર્ષના યુવાને પોતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી. જે સ્ટોરી બાબતે આરોપી સાગર નવઘણભાઇ ભરવાડ, રાજેશભાઇ હિતેશભાઇ રબારી, જીગર જીલુભાઇ ગોગરા, ફૈજલ સંધી ને સારું નહિ લાગતા મોરબી વાવડી ચોકડીએ આવી રૂદ્રરાજસિંહ તથા સાહેદ સાથે બેફામ વાણી વિલાસ કરી લાકડાના ધોકા તથા લોંખડના પાઇપ વતી મુંઢ માર મારી ફેક્ચર કર્યું હતું. તેમજ સાહેદ અમિતને મુંઢ માર મારી તેના બાઇકમાં ધોકા પાઇપ મારી તોડ ફોડ કરી નુકશાન કર્યું હતું. વધુમાં આરોપીઓએ બંનેને જબજસ્તીથી બેસાડી અપહરણ કરી હુસેનભાઇના ડેલે લઇ ગયા હતા. ત્યાં વધુ આરોપી ડેનિશ કિશોરભાઇ મીસ્ત્રી, રોહિત જીવણદાનસ બાવાજી, ઇરફાન કરીમભાઇ પારેરી અને એક અજાણ્યો માણસ (રહે. બધા મોરબી) બધાએ ભેગા મળી જીવલેણ હથીયારો સાથે આવી બન્નેને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી ઇજા પહોંચાડી હતી. આ અંગે રૂદ્રરાજસિંહે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ 323, 324, 325, 365, 504, 506(ર), 427, 143,147,148,149 જી.પી.એ. કલમ 135 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

રિલેટેડ ન્યૂઝ