સ્વચ્છ સરકારી કચેરીમાં PGVCL પ્રથમ

નેત્રદીપ હોસ્પિટલ અને રાજકુમાર કોલેજ પણ સૌથી સાફસુથરી

રાજકોટ, તા.12
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેના પરીણામાં જાહેર કરતા સ્વચ્છતામાં વોર્ડ નં.8 અને સરકારી કચેરીમાં પીજીવીસીએલ ઓફિસે મેદાન મારતા મનપા દ્વારા સ્વચ્છતાનું પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અગામી સ્વચ્છ સર્વેક્ષણ 2022ને ધ્યાને લઈને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ હોટલ , સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ રેસીડન્સ વેલફેર એસોસીએશન/મહોલ્લા, સ્વચ્છ માર્કેટ એસોસિએશન, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સરકારી કચેરી જુદી જુદી કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન નવેમ્બર-2021 થી જાન્યુઆરી-2022 સુધીમાં કરવામાં આવેલ હતું તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ વોર્ડ સ્પર્ધા નું આયોજન નવેમ્બર-2021 થી જાન્યુઆરી-2022 સુધીમાં કરવામાં આવેલ હતું. તેમજ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં ચિત્ર, શેરી નાટક, ભીત ચિત્ર(મ્યુરલ્સ), જીંગલ તથા શોર્ટ મુવી સ્પર્ધાનું આયોજન નવેમ્બર-2021 થી ડીસેમ્બર-2021 જે અનુસંધાને વિજેતાઓને મેયર ડો. પ્રદીપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ , શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનીટેશન ચેરમેન અશ્વિનભાઈ પાંભર, મ્યુનિ. કમિશ્નર સાહેબ, નાયબ મ્યુનિ. કમિશ્નર એ.આર.સિંહ વગેરેના વરદ હસ્તે સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવેલ. નેત્રદીપ હોસ્પિટલ પહેલા નંબરે, વિંગ્સ હોસ્પિટલ બીજા નંબરે, સિનર્જી હોસ્પિટલ ત્રીજા નંબરે, ઓમ હોસ્પિટલ ત્રીજા નંબરે, રાજકોટ કેન્સર હોસ્પિટલ ત્રીજા નંબર આવેલ તેમજ હોટલમાં જે.પી.એસ. ફોર્ચ્યુન પાર્ક પહેલા નંબરે, ધ ફર્ન હોટેલ બીજા નંબરે, હોટેલ આર.પી.જે. ત્રીજા નંબરે, તેમજ રેસિડેન્સમાં શિલ્પન ઓનેક્ષ પહેલા નંબરે, શ્યામલ સ્કાય લાઇફ બીજા નંબરે, નીલ સીટી એસ્ટ્રલ ત્રીજા નંબરે. તેમજ સ્કુલ માં આરકેસી (રાજકુમાર કોલેજ) પહેલા નંબરે, એસએનકે સ્કૂલ બીજા નંબરે, કડવીબાઇ વિરાણી વિદ્યલાય ત્રીજા નંબરે, તેમજ માર્કેટમાં નક્ષત્ર-8 પહેલા નંબરે, રીયલ પ્રાઇમ બીજા પહેલા, સુવર્ણ ભૂમિ કોમ્પ્લેક્ષ ત્રીજા નંબરે. તેજમ ગવમેન્ટ બિલ્ડીંગમાં પીજીવીસીએલ પહેલા નંબરે, હેડ પોસ્ટ ઓફિસ-રાજકોટ બીજા નંબરે, એ.જી. ઓફીસ ત્રીજા નંબરે. તેમજ વોર્ડ રેન્કિંગમાં વોર્ડ નંબર 8 પહેલા નંબરે, વોર્ડ નંબર 7 બીજા નંબરે, વોર્ડ નંબર 9 ત્રીજા નંબરે. તેમજ મૂવીમાં જરના હરીશ દેવાની પહેલા નંબરે, સંજયભાઇ જોષી બીજા નંબરે, કુલદીપસિંહ રાજપૂત ત્રીજા નંબરે, શુભમ રાઠોડ ત્રીજા નંબરે. તેમજ જિંગલમાં હિતેશભાઇ સીનરોજા પહેલા નંબરે, ભરતભાઇ ચટવાણી બીજા નંબરે, સ્વાતી પાવાગઢી ત્રીજા નંબરે, તેમજ ભીંત ચિત્રમાં વિનોદભાઇ પરમાર પહેલા નંબરે, દિપ પહેલ બીજા નંબરે, વિવેક અંદ્રપીયા ત્રીજા નંબરે. તેમજ નાટકમાં હિતેશભાઇ સીનરોજા પહેલા નંબરે, તૃપ્તીબેન નાડીયાપરા બીજા નબરે, મીતેષભાઇ કકકડ ત્રીજા નંબરે. તેમજ ચિત્રમાં તુલસી પટેલ પહેલા નંબરે, ચાવડા ભક્તિ બીજા નંબરે, તુલસી દફતરી ત્રીજા નંબરે આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ