ગુજરાતના DGP આશિષ ભાટિયા થયા કોરોના સંક્રમિત

ગુજરાતના DGP આશિષ ભાટિયાને કોરોના સંક્રમણની અસર વર્તાઈ છે. તેમને કોરોનાના હળવા લક્ષણો આવતા હોમ આઇસોલેટ થયા છે.તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે . જ્યારે તેમના સંપર્કમાં આવેલા પોલીસ અધિકારીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આ અગાઉ રાજ્યમાં પાંચ આઇએસએસ અધિકારી કોરોનાના સંક્રમિત થયા હતા, જેના પગલે 11 થી 13 જાન્યુઆરી સુધી યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ પણ મોકૂફ રાખવામાં આવી છે. તેમજ રાજ્યના કોરોના ગાઈડલાઇનના ફેરફાર કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ