રાજકોટ કોરોનાનું A.P સેન્ટર : 573 કેસ અધધધ…. 1527 કેસ : 2ના મોત

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા.12
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં લોકોની બેદરકારી અને તંત્રની લાપરવાહી સામે કોરોના મેદાને પડ્યો હોય તેમ દિનબદીન કોરોના સંક્રમણ પવન વેગે ફેલાઈ રહ્યો છે.સૌરાષ્ટ્રમાં બે દર્દીના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટ અને ભાવનગરમાં સારવાર લઈ રહેલા એક-એક દર્દીને મહામારી ભરખી ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના 24 કલાકમાં 1527 નવા કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ 573, જામનગરમાં 216, કચ્છમાં 129, ભાવનગરમાં 236, જૂનાગઢમાં 85, મોરબીમાં 78, અમરેલીમાં 52, દેવભૂમિ દ્વારકામાં 28, સુરેન્દ્રનગરમાં 56, પોરબંદરમાં 5 અને ગીર સોમનાથમાં 69 કોરોનાગ્રસ્ત દર્દી મળ્યા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 548 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટ
રાજકોટ શહેર જિલ્લામાં હાહાકાર મચાવતા કોરોનાએ ગતિ પકડી હોય તેમ દરરોજ નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ મહામારીનું હબ બન્યું હોય તેમ કોરોનાની સારવાર લઈ રહેલા એક દર્દીના મોત સાથે 24 કલાકમાં 573 નવા કોરોનાગ્રસ્ત દર્દી મળી આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં 440 અને ગ્રામ્યમાં 133 પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 270 દર્દીએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજકોટમાં કોરોનાએ ગતિ પકડતા લોકોમાં ભય અને તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
જામનગર
જામનગર માં કોરોના નો કહેર યથાવત જાળવાયો છે.અને તેમા પણ આજે તો મહા વિસ્ફોટ થયો હોય તેમ જીલ્લા માં કુલ 193 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના ગઈકાલ ની સરખામણી માં આજે લગભગ બમણો ઉછાળો જોવા મળ્યો છે.હોવી તો લોકો એ ખૂબ જ સાવચેત રહેવું પણ ખૂબ જ જરૂરી બન્યું છે. જોકે જામનગર શહેરના 31 દર્દી જ્યારે ગ્રામ્ય વિસ્તારના 3 દર્દીઓ ને આજે કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલમાં હાલ 19 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ની ગતિએ આગળ ધપી રહ્યું છે, ગઈકાલે જામનગર શહેર માં ગઈકાલે 79 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.તો આજે તેમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. આજે ફક્ત શહેર વિસ્તાર માં જ 147 કેસ નોંધાયા છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના ના 46 કેસો નોંધાયા છે, આથી શહેર અને જિલ્લા નું આરોગ્ય તંત્ર પણ ઉંધા માથે થયું છે.
સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 193 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેર અને જિલ્લાની જનતા એ ખૂબ જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે. માસ્ક પહેરીનેજ બહાર નીકળવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી બન્યું છે.
હવે તો રીતસર જામનગર જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે, ત્યારે લોકોએ વિના કારણે ઘરમાંથી બહાર નહીં નીકળવા અને કોરોના ગ્રસ્ત દર્દીઓથી દૂર રહેવુ હિતાવહ છે.
જામનગર શહેરી વિસ્તારના 31 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 3 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં 19 કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી ચાર દર્દીઓ બયપેપ ની અને બે દર્દીઓને ઓક્સિજન ની સારવાર હેઠળ છે.
ભાવનગર
ભાવનગરમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ આજે 235 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક દર્દીનું કોરોના થી મોત નિપજ્યું છે. ભાવનગરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી 899 એ પહોંચી છે.
ભાવનગરમાં કોરોના સંક્રમણ એ તેજ ગતિ પકડી છે. આજે ભાવનગર ગ્રામ્ય માં એક દર્દીનું કોરોના થી મોત નિપજ્યું છે. જ્યારે આજે ભાવનગર શહેરમાં 198 પોઝિટિવ કેસ નોંધાયા છે અને ભાવનગર ગ્રામ્ય માં 37 પોઝિટિવ કેસ નોંધાતા કુલ 235 કેસો નોંધાતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભાવનગર શહેરમાં 103 પુરુષો અને 95 મહિલાઓને રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય માં 23 પુરુષ અને 14 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે ભાવનગર શહેરમાં 35 દર્દીઓ કોરોનામુક્ત થતા ડીસ્ચાર્જ થયા છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય માં એક દર્દી ડીચાર્જ થયો નથી.
આજના 253 કેસ થી ભાવનગરમાં કોરોના ના એક્ટર દર્દીઓની સંખ્યા વધી 899 એ પહોંચી છે. ભાવનગરમાં અત્યાર સુધી કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 301 થયો છે.
મોરબી
મોરબી જિલ્લા કોરોના ના આજે 78 જેટલા કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેર માં 45 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 20 કેસ તેમજ વાંકાનેર શહેરી વિસ્તાર માં 03 કેસ હળવદ ગ્રામ્ય વિસ્તાર માં 02 કેસ અને હળવદ શહેરી વિસ્તાર માં 02 કેસ તથા ટંકારા ગ્રામ્ય વિસ્તાર માં 07 કેસ નોંધાયા હતા.
તેમજ સાજા થયેલ દર્દીઓ માં મોરબી માં 14 ટંકારા માં 01 અને માળીયા માં 03 મળીને જિલ્લા માં કુલ 18 દર્દીઓ જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી મોરબી જિલ્લા માં કુલ એક્ટિવ કેસ નો આંકડો 377 થયો છે .

ગોંડલમાં કોરોનાનો ફુફાડો:પંથકમાં 27 કેસ
ગોંડલ મા દિવસે ને દિવસે કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા હોય લોકો ભયભીત બન્યા છે.આજે શહેર ના મોટીબજાર,મહાદેવ વાડી,ભવનાથ નગર, મધુવન પાકઁ, કૈલાશબાગ, ભોજરાજપરા,બસસ્ટેન્ડ ની બાજુ મા,યોગીનગર, ખોડીયાર નગર,જેલ ચોક તથા નાનીબજાર વિસ્તારો મળી 19 કેસ બહાર આવ્યા છે.જયારે તાલુકા ના કોલીથડ,અનિડા વાછરા,નાના મહીકા,રાવણા,અનિડા ભાલોડી,બેટાવડ મા એક એક કેસ તથા કંટોલીયા મા બે કેસ બહાર આવ્યા છે

રાજકોટની તમામ સરકારી કચેરીઓ કોરોના સંક્રમિત
સૌરાષ્ટ્ર – કચ્છના પાટનગર ગણાતું રાજકોટ મહામારીનું એ.પી. સેન્ટર બન્યું હોય તેમ સૌરાષ્ટ્ર – કચ્છનાં 12 જિલ્લામાંથી રાજકોટમાં જ 35 ટકા કેસ નોંધાઇ છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ પવન વેગે ફેલાતું હોય તેમ રાજકોટની તમામ સરકારી કચેરીઓ પણ કોરોના સંક્રમિત થઇ છે. જેમાં કલેકટર કચેરી, મનપા, પી.જી.વી.સી.એલ., કોર્ટ અને સિવિલ હોસ્પિટલના રાજકોટમાં કોરોનાના કેસ વધતા ભયનો માહોલ ફેલાયો.

રિલેટેડ ન્યૂઝ