માળીયાના વિર વિદરકા ગામે પથ્થરના ઘા ઝીંકી યુવાનની હત્યા

વાડામાં રહેતો આદિવાસી પરિવાર ખૂન બાદ ફરાર

મોરબી,તા.13
મોરબી જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામેં રહેતા 27 વર્ષય યુવાનનું અજાણ્યાં શખ્સોએ પથ્થરના અને તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી કાસળ કાઢી નાખ્યું હતું. જે અંગે મૃતકાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હત્યાના બનાવની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામેં રહેતા રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (ઉ.વ.27) નામનો યુવાન છેલ્લા બે દિવસથી ગામના તળાવ નજીક આવેલ બેચરભાઈના વાડામાં આદિવાસી મજુર ભેગો રહેતો હતો. જે ઈચ્છા થાય તો ઘરે જતો હોય નહીતર કોઈ પણ સ્થળે રાત પસાર કરતો હતો. દરમિયાન આજે આ યુવાનનું અજાણ્યા ઇસમે કોઈ અગમ્ય કારણોસર પથ્થર તથા તિક્ષ્ણહથિયાર વડે માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવેલી હળતામા તેનો મૃતદેહ સાંપડ્યો હતો.
આ પ્રકરણમાં ડીવાયએસપી મુનાફખાન પઠાને પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે હત્યા અંગે મૃતકના ભાઈ મહેશભાઈ જીવાભાઈ સુરેલાની ફરિયાદને પગલે પોલીસે અલગ અલગ ટિમો બનાવી આરોપીના સગળ મેળવવા તપાસ આદરી છે. ફરિયાદીના કૌંટુંબીક કાકાના વાડામા જ યુવાનની હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી તપાસ વિસ્તારી છે. વધુમા કૌંટુંબીક કાકાના વાડા મા રહેતો આદિવાસી પરિવાર ઘર છડી ને ચાલ્યો ગયો હોવાથી પોલીસ દ્વારા હાલ તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યા પ્રકરણમાં તેની સંડોવણી છે કે કેમ? તે સહિતની દિશામા કાર્યવાહી ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ