પવનનો ‘સાથ’, કોરોનાની ‘ઘાત’, સંગીત વગરની ‘સંક્રાંત’!

સદર બજાર ટૂંકી પડી: પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક પોલીસ મુકવી પડી!

મકરસંક્રાંતિ છે. પતંગોત્સવ છે ત્યારે પતંગરસિયાઓ સદરની પતંગ બજારમાં ઉમટી પડ્યા છે. ઢીલ આપવાના, ખેંચવાના દોરાની વેરાયટીની પસંદગી કરી રહ્યા છે. પતંગો પણ અવનવા રૂપરંગો અને સાઈઝ સાથે જોવા મળી રહી છે. પતંગ દોરાના ભાવમાં પણ ઘણો વધારો આવ્યો છે. પતંગબાજોને તો બસ પતંગો જ ઉડાડવી છે ભાવ ગમ્મે તે હોય…!
આજ સવારથી રાજકોટ શહેરની સદર બજારમાં લોકોનો પ્રવાહ જોવા મળી રહ્યો હતો અને આ પતંગ બજારમાં હડકેઠઠ ગિર્દી જોવા મળી હતી. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસે સવારથી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ટ્રાફિક પોલીસ પણ ગોઠવાઈ ગઈ હતી. સદર બજારના રસ્તા વાહનો માટે બંધ કરાયા હતા. ઘણા વેપારીઓએ પોતાના મૂળ ધંધો મૂકી ફીરકી, પતંગ વહેંચવાનો ધંધો કરી કમાણી કરી લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ