પોરબંદરમાં કાર અથડાતાં બે જૂથ વચ્ચે ફાયરિંગ, બે ના મોત

ફાયરિંગમાં બેની હત્યા થતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

પોરબંદર નગરપાલિકાની ચુંટણીના મનદુ:ખમાં મકરસંક્રાતિની રાત્રે ડબલ મર્ડર થયું છે. જેમાં વીર ભનુની ખાંભી નજીક તલવાર અને બેઝબોલના ધોકાથી માર માર્યા બાદ ગોળીબાર થયો હતો. આ બનાવમાં કોંગ્રેસના હારેલા ઉમેદવાર એવા ગંભીર ઇજાગ્રસ્ત બનેલા યુવાને તેના ભાઈ અને મિત્રની હત્યાની ગુન્હો ભાજપના સભ્ય અને તેના પુત્ર સહિત ૧૧ શખ્સો સામે નોંધાવ્યો છે. પોલીસે આ બનાવમાં ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે.

પોરબંદરના ઇન્દીરાનગરમાં વાછરાડાડા મંદિર સામે ગલીમાં રહેતા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાલિકાની ચુંટણીમાં ઉભીને હારી ગયેલા યુવાન વનરાજ પરબતભાઈ કેશવાલા ઉ.વ. ૩૬ એ એવા પ્રકારની પોલીસ ફરીયાદ નોંધાવી છે કે મકરસંક્રાતિની રાત્રે પોતાની ઓફિસે હાજર હતો ત્યારે ઈન્દીરાનગરના હાજા લખમણ ઓડેદરાએ વનરાજને મોબાઇલ કરીને ગાળો દીધી હતી અને ‘તારો ભાઈ રાજે અમારા માણસ નિલેશ ભીમા ઓડેદરાને ગાળો બોલેલ છે. તો તમારે ઝઘડો કરવો હોય તો અમે તૈયાર છીએ. તું કયાં છે ?’ કહીને વનરાજને ઉશ્કેર્યેા હતો.

હમલાખોર ઇન્દીરાનગર આવતા હતા ત્યારે રસ્તામાં જ ધમાલ થઇ હતી. જેમાં વનરાજે જણાવ્યું હતું કે તેણે હાજાના ફોન પછી પોતાના ભાઈ રાજ અને વિજયને ફોનથી જાણ કરી હતી અને પોતાની એન્ડાવર ગાડી લઇને બિરલા કોલોની ગયો હતો. ત્યાંથી તેના ભાઈ રાજ અને બે મિત્રો પ્રકાશ પદુભાઈ જુંગી, કલ્પેશ કાનજીભાઈ ભુતિયા તથા રાજનો સાળો નીરુ વગેરે વનરાજની ગાડીમાં બેઠા ત્યારે હાજા લખમણે ફોન કરીને વનરાજને એવું જણાવ્યું કે ‘અમે તારી ઓફિસથી ઈન્દીરાનગર બાજુ આવીએ છીએ.’ આથી વનરાજે ઈન્દીરાનગરથી વિર ભનુની ખાંભી નજીક રોંગસાઈડમાં ગાડી ચલાવી હતી અને ખાંભીથી છાયા ચોકી તરફ જતા હતા ત્યારે સામેથી હજા લખમણ તેની સાથે ચાર–પાંચ માણસોને લઇને આવતો હતો. તેણે વનરાજની ગાડી સાથે સામસામી ગાડી અથડાવી હતી.

ત્યારબાદ સ્ર્કેાપીયોમાંથી હાજા લખમણ ઓડેદરા તથા તેનો ભાઈ અરભમ લખમણ ઓડેદરા હાથમાં રીવોલ્વર અને પિસ્તોલ જેવા હથિયાર સાથે નીચે ઉતર્યા હતા અને હાજાનો કાકો ભના નેભા ઓડેદરા, ઝુરીબાગના ભાજપના સુધરાઈ સભ્ય ભીમાભાઈ ઓડેદરા તથા તેનો પુત્ર નિલેશ ભીમા વગેરે ફોરચ્યુનર ગાડીમાં આવી પહોંચ્યા હતા અને રામભાઈ સુખદેણવાળો સ્ર્કેાપીયોમાં આવી પહોંચ્યો હતો. તેની સાથે સંજય પોલા રબારી, પોલા રબારી, રામા રૈયા રબારી વગેરે ઇન્દીરાનગરમાં રહેતા શખ્સો ઉપરાંત, હાજાનો ભત્રીજો હિતેશ રામા અને મેરામણનો છોકરો વગેરે હતા. જે પૈકી હાજા લખમણ, અરભમ તથા રામભાઈ સુખદેણવાળાએ પહેલા હવામાં ફાયરીંગ કર્યા હતા. ત્યારબાદ વનરાજ અને તેની સાથે રહેલાઓ ઉપર આડેધડ ફાયરીંગ કરવા લાગ્યા હતા. તલવાર તથા બેઝબોલના ધોકાથી સરાજાહેર ધમાલ મચાવી હતી.

પોરબંદરમાં રાત્રે થયેલ આ ધમાલની જાણ થતા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે બંદોબસ્ત માટે દોડી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયેલાઓને હોસ્પીટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોરબંદરમાં વીરભનુની ખાંભી નજીક રાત્રીના થયેલ આ ધમાલમાં ગંભીર રીતે ઘવાયેલા વનરાજ પરબતભાઈ કેશવાલા તથા તેનો ભાઈ રાજ અને કલ્પેશ કાનજી ભુતિયાને વધુ ગંભીર ઈજા થી હતી અને હોસ્પીટલે પહોંચાડતા ફરજ પરના ડોકટરોને રાજ ઉ.વ. ૨૫ અને કલ્પેશને મૃત જાહેર કર્યા હતા. જયારે આ ફાયરીંગમાં વનરાજના ડાબા પડખામાં ગોળી ઘુસી ગઇ હતી તથા આખં અને માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ થઈ હતી.

ગંભીર રીતે ઘવાયેલા વનરાજ પરબત ઓડેદરાએ આ બનાવમાં ભાજપના સુધરાઈ સભ્ય સહિત ૧૧ શખ્સો સામે ખુનનો ગુન્હો દાખલ કર્યેા છે. જેમાં એવું જણાવ્યું છે કેનગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ ન.ં ૧૧માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડયો હતો અને તેની સામે ઝુરી બાગ વિસ્તારનો ભીમા ઓડેદરા ભાજપ તરફથી ચુંટણી લડયો હતો અને ભીમાની જીત થયા તે સુધરાઈ સભ્ય તરીકે સેવ આપતો હતો. તેથી ભીમો વિજેતા થયો તેના મનદુ:ખમાં તેનો દીકરો નિલેશ અવાર નવાર વનરાજના ભાઈ રાજ કેશવાલાને ગાળો આપીને ઝઘડો કરતો હતો.

મકરસંક્રાતિએ પણ મૃતક રાજને નિલેશ સાથે ઝઘડો થયો હતો. તેનું મનદુ:ખ રાખીને આ ૧૧ શખ્સોએ હત્પમલો કર્યેા હતો. જેમાં હત્ાની કલમ ૩૦૨, હત્યાની કોશિશની કલમ ૩૦૭ ઉતરાંત ૧૪૩, ૧૪૭, ૧૪૮ ૧૪૯, ૫૦૪ હથિયાર ધારાની કલમ ૨૫(૧–બી) (એ) ૨૭ તથા ૧૩૫ મુજબ વનરાજે ફરીયાદ લખાવી છે. આરોપી તરીકે ઈન્દીરાનગરવાળા હાજા લખમણ ઓડેદરા અને તેના ભાઈ અરભમ લખમણ ઓડેદરા પોરબંદરના ભના નેભા ઓડેદરા, ઝુરીબાગના ભાજપના સુધરાઈ સભ્ય ભીમા ઓડેદરા, તેનો પુત્ર નિલેશ ભીમા ઓડેદરા વોકિંગ પ્લાઝા નજીક રહેતો રામ સુખદેણવાળો, સંજય પોલા રબારી, પોલા રબારી, રામા રૈયા રબારી, હાજાનો ભત્રીજો હીતેશ રામા અને મેરામણના છોકરા વગેરે સામે ગુન્હો દાખલ થયો છે.
પોરબંદરના એસ.પી. ડો. રવિ મોહન સૈની સહિત કાફલો ઘટના સ્થળે દોડી ગયા બાદ પોલીસે બનાવમાં ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે.

રિલેટેડ ન્યૂઝ