PSI ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, વેબસાઈટ પર પાસ થયેલા લોકોની યાદી જાહેર કરાઈ

ગુજરાત પોલીસ દ્વારા લેવાયેલી શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું છે. પીએસાઈની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું છે. આ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વડા આઈપીએસ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, પો.સ.ઇ. ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત https://psirbgujarat2021.in વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.

IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી

લોકરક્ષકમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.

PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પોલીસ અને LRD ની સીધી ભરતીમાં 15 અને 8 નો નિર્ણય બદલ્યો છે.


રિલેટેડ ન્યૂઝ