અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે ને થયો કોરોના

ગુજરાતમાં કોરોના સતત અજગરી ભરડો લઇ રહ્યો છે. સામાન્ય લોકોથી લઇને નેતાઓ અને અધિકારીઓ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થયા છે. તેવામાં હવે ગુજરાતના વધુ એક અધિકારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત થયા બાદ હાલ તેઓ ઘરમાં જ સારવાર લઇ રહ્યાં છે.

રાજ્યમાં કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે એક પછી એક અનેક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેવામાં હવે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થયા છે. બ્રિજેશ મેરજાએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ