Jai Hind

ધોરાજીની જીવાદોરી સકુરા નદીની દુર્દશા, ગંદકીના ગંજ

તંત્રની બેદરકારીના કારણે કચરાથી ખદબદી રહેલી નદીથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

(પ્રતિનિધિ દ્વારા)
ધોરાજી,તા.18
એક તરફ સરકાર પર્યાવરણ બચાવવા માટે અભ્યાન ચલાવી રહી છે અને પાણી બચાવવા માટે પણ સરકાર લોકો ને અપીલ કરી રહી છે અને પ્રદૂષણ મુક્ત ભારત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ ધોરાજી માં સરકાર ના આ તમામ અભ્યાંન નું સ્વપ્ન રોળાઈ રહ્યું હોઈ એવા દ્ર્શ્યો સામે આવી રહ્યા છે ધોરાજી ની સફૂરા નદી ગંદકી થી ખદબદી રહી છે જેને કારણે પર્યાવરણ પ્રેમી ઓ માં રોષ જોવા મળી રહ્યો છે
જળ એ જ જીવન છે જેને લઇ અને લોકોને પાણી બચાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે પરંતુ સરકારના આ અભિયાનનો ધોરાજીમાં સ્વપ્ન રોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે હાલ વાત કરીએ તો ધોરાજીની સફુરાં નદીની જે અત્યંત દૂષિત બની ચૂકી છે નદીની સ્થિતિ જોતા એવું લાગે કે આ કોઈ નદી નથી પરંતુ ખાતર ડેપો છે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ધોરાજીની સફૂરા નદી જે ગંદકી થી ખદબદી રહી છે નદી માં પ્રતિ બંધીત પ્લાસ્ટિક ના ઢગ ખડકાયા છે અને અત્યંત ગંદકી પણ જોવા મળી રહી છે સ્થાનિકો ના માટે આ નદી નું પાણી પણ દુષિત બની ગયું છે પર્યાવરણ પ્રેમીઓ નું કહેવું છે કે નદી ને શુદ્ધ રાખવા ની તંત્ર ની અને સાથો સાથ સ્થાનિકો ની જવાબદારી છે દરેક નાગરિકો એ નદી ને સવચ્છત રાખવા માટે આગળ આવું જોઈએ.
આ અંગે ધોરાજીના વીનું ઉકાણી, દિનેશભાઇ વોરા અને પર્યાવરણ પ્રેમીઓએ જણાવેલ કે સફુરા નદીની સફાઈ માત્ર કાગળ પરજ થાઈ છે પ્રધાન મંત્રીના સફાઈ અભાયાનન નું સુરસુરિયું થઈ રહ્યું હોઈ એવું લાગી રહ્યું છે અને ખાસ કરી ને સરકાર વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ની વાતો કરે છે પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી માત્ર કાગળ પરજ હોઈ એવું સ્થાનિકો નું આક્ષેપ છે સ્થાનિકો નું આક્ષેપ છે કે સાફુરા નદી માં હાલ પ્રતિબંધિત પ્લાસ્ટિક ના ગંજ ખડકાયા છે નદી નું પાણી દુષિત બની ગયું છે પાણી એટલી હદે દુષિત બની ગયું છે કે લોકો આ પાણી પીવે તો કેન્સર અને ચામડી ના અને અનેક ગંભીર રોગ થાઈ છે પરિણામે આ પાણી લોકો ના અને પશુ પક્ષીઓ ના સવસ્થય માટે હાની કારક છે નદી માં ગાંડી વેલ નું સામ્રાજ્ય છે અને નદી નું પાણી એટલી હદે દુષિત છે કે ખેડૂતો આ પાણી નો પિયત માટે ઉપયોગ કરે તો પાક પણ બળી જાય છે અને નદી ના આસપાસ ના વિસ્તાર ની જમીન પણ બંજર બની જાય એવી સ્થિતિ છે
નદી સફાઈ બાબતે ધોરાજી નગર પાલિકા ના ચીફ ઓફિસર ને પૂછતા એમને જણાવેલ હતું કે નદી માં ગંદકી નો પ્રશ્ન નથી જાડી જાખરા અને વૃક્ષો ઉગી નીકળ્યા છે જેને દૂર કરવા માટે પાલિકા ના જવાબદાર કર્મચારીઓ ને સૂચન આપી દેવામાં આવ્યું છે અને પ્રિ મોન્સુન ના બીજા ફેઈજ માં નદી ની સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવશે. 16 જૂન સુધીમાં સફાઈ કરવા જણાવ્યુ હતું.
જોકે હજૂ સુઘી નદીઓની સફાઈ કરવામા આવી નથી.
એક તરફ ધોરાજીની સફૂરા નદી ના શુદ્ધિકરણ માટે ની માંગ ઉઠી છે સરકાર જળ એ જ જીવન હોવાના સૂત્રોને સાર્થક કરવા માટે લોકોને અપીલ કરી સ્વચ્છ ભારત ના પણ અધિકારીઓ બણગા ફૂકી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે