(પ્રતિનિધિ દ્વારા)
પીપાવાવ તા. 22
પોતાના વ્યૂહાત્મક સ્થાન સાથે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત નિકાસકારો વચ્ચે પસંદગીના પોર્ટ તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને તાજેતરમાં મઅસ્ર્ક દ્વારા નવી રેલવે સેવા મળી છે, જેને પીઆરસીએલ ઓપરેટ કરે છે. આ રેલવે સેવા માળિયામાં પિપાવાવ ફ્રેઇટ ટર્મિનલ મારફતે મોરબીના સિરામિક્સ ઉદ્યોગના નિકાસકારોને જોડે છે. રેલવે સેવા ત્રણ મહત્વપૂર્ણ હિતધારકો વચ્ચેના જોડાણનું પરિણામ છે: પોતાની દરિયાઈ અને જમીન પરિવહન કુશળતા સાથે મઅસ્ર્ક, પોતાના વ્યૂહાત્મક સ્થાન સાથે અને શ્રેષ્ઠ જોડાણ અને ઉત્પાદકતા સાથે પસંદગીના પાર્ટનર તરીકે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ તથા અસરકારક રેલવે પાર્ટનર તરીકે પીઆરસીએલને.
નિકાસ માટેના કાર્ગોને રેલવે સર્વિસ પર ખસેડવામાં આવ્યો છે, જેનાથી માર્ગો પરની ગીચતામાં ઘટાડો કરવામાં અને પરિવહનના કુલ સમયમાં 15 ટકા સુધીનો ઘટાડો કરીને બજારમાં ઝડપથી પહોંચવામાં મદદ મળી છે. રેલવે સર્વિસનું ઉદ્ઘાટન પીઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ ગર્ગ અને એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના ચીફ કમર્શિયલ ઓફિસર અમિત ભારદ્વાજે મઅસ્ર્ક અને અન્ય પાર્ટનર્સના પ્રતિનિધિઓની હાજરીમાં કર્યું હતું, જેમાં આર્યા ઓશન, ઈઇંઅત તથા અન્ય કેટલીક સિરામિક નિકાસકાર અને આયાતકાર કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ હતા.