પોરબંદરમાં યોગ દિવસ અનુસંધાને દસ હજારથી વધારે લોકોને યોગનું પ્રશિક્ષણ અપાયું

પ્રતિનીધી દ્વારા
પોરબંદર તા.22
પોરબંદરમાં વિશ્ર્વ યોગ દિવસ અનુસંધાને એકસ્ટ્રીમ ફીટનેશ કેર દ્વારા દસ હજારથી વધુ લોકોને યોગનું સચોટ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
આઠમાં વિશ્ર્વ યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન ‘ઘર ઘર યોગ, જન જન યોગ’ ને સાકાર કરવા પોરબંદરમાં એકસ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા સંસ્થાના યોગ નિષ્ણાત પ્રશિક્ષક કેતન કોટિયા અને સાથી પ્રશિક્ષકો દ્વારા પોરબંદર જિલ્લામાં સ્થિત ગુજરાત રાજ્યનું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું મુખ્ય મથક પર ડી.આઇ.જી. વર્ગીસ સહિત અધિકારીઓ અને જવાનોએ ખૂબ વિશાળ સંખ્યામાં જોડાઇ અને વિશ્ર્વ યોગ દિવસના અનુસંધાને એકસ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય પ્રશિક્ષક કેતન કોટિયા અને સહયોગી યોગ પ્રશિક્ષક નિશા કોટિયા અને ધ્રુવ કુહાડાના માર્ગદર્શનમાં યોગ કરી વિશ્ર્વ યોગ દિવસને સફળ બનાવેલ આ સાથેજ એકસ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પોરબંદર જિલ્લામાં છેલ્લા 21 દિવસથી યોગા કાઉન્ટડાઉન પ્રોગ્રામ દ્વારા આસરે દસ હજાર લોકોને યોગનું સચોટ પ્રશિક્ષણ આપવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવેલ. આ યોગ યજ્ઞમાં સહભાગી બની લોકોને નિ:સ્વાર્થ યોગની સેવા આપનાર નિષ્ણાંત યોગ પ્રશિક્ષક સુરજ મસાણી, જયેશ ખેતરપાલ,મહેશ મોતીવરસ, મયુર ગોહેલ, યોગીતા લોઢારી, અંજલિ ગંધરોકીયા, સુનિલ ડાકી, નિશા કોટિયા, ધ્રુવ કુહાડા, ક્રિષ્ના મહેતા, કાંતિભાઇ મોદી, ધ્વનિ સલેટ, આકાશ બામણિયા, હર્ષિલ બામણીયા, નિશિ ગોહેલ, ધર્મેશ મોતીવરસ, પાર્થ મકવાણા,યાત્રી ચામડિયા, ડોલી ચામડિયા, પ્રશાંત ચામડિયા, શ્રીપાલ આસરા, જાનવી પાનખાણીયા, માહી ભટ્ટ, હની મોતીવરસ, યશ ડોડીયા, ગીત તોરણીયા, કૃપા જુંગી, સ્નેહા કોટિયા, પ્રિયંકા ભરાડા, ચિરાગ પાંજરી, આદિ વાઢેર, ભવ્ય દુબલ, કાર્તિક માલમ, રાધિકા દવે, વિશાલ બલેજા સહિતના પ્રશિક્ષકોએ પોતાનો કિંમતી સમય ફાળવી કાર્યક્રમને સફળ બનાવેલ જે માટે એકસ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય સંચાલક કેતન કોટિયા અને સુરજ મસાનીએ દરેકનો આભાર વ્યકત કરેલ.

રિલેટેડ ન્યૂઝ