મોરબીમાંથી ભાવનગરનો રીઢો ગુનેગાર ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
મોરબી તા. 22
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી લેવા સતત કાર્યરત હોય તે દરમીયાન મોરબી એલસીબી ને બાતમી મળી હતી કે ભાવનગર જિલ્લામાં નોંધાયેલાં નવ જેટલા ગુનાનો આરોપી અને હાલમાં ભાવનગર પોલીસના પાસા વોરન્ટ માં નાસતો ફરતો આરોપી હનીફ અવેશ દાદુભાઈ કટિયા (ઉ.વ.30મુળ. રહેકુંભારવાડા ભાવનગર )વાળો હાલમાં 25 વારીયા મોરબી માં આવેલ છે જેથી મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોદની ટીમે તાત્કાલિક જણાવેલ સરનામે પહોંચી જઈને આરોપી ને ઝડપી પાડ્યો હતો અને આ ગુનાહિત માનસ ધરાવતા આરોપીને ભાવનગર જિલ્લાના બોર તળાવ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ