દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે મહિનામાં 129 ક્ધયાને કુંવરબાઈનું મામેરૂં અપાયું

ગત વર્ષે 486 ક્ધયાને 10 લાખથી વધુની સહાય

દ્વારકા તા. 22
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં 129 ક્ધયાઓને કુંવરબાઈનું મામેરû યોજના હેઠળ સહાય કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોની ક્ધયાઓના લગ્ન પ્રસંગે રૃા. 12,000 ની નાણાકીય સહાય કરવામાં આવે છે. દીકરીના લગ્ન ધામધૂમથી કરવાનું દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે ઘણી વાર માતા-પિતાનું આ સ્વપ્ન અધુરું રહી જતું હોય છે, ત્યારે રાજય સરકાર દ્વારા સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોની ક્ધયાઓના લગ્ન પ્રસંગે સહાયરૃપ થવા માટે રૃા. 1ર,000 ની નાણાકીય સહાય કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2021-2 માં 486 લાભાર્થીઓને કુલ 50.20 લાખ રૃપિયાની સહાય આપવામાં આવી છે તેમજ એપ્રિલ 2022 અને મે ર0રર ના સમયગાળા દરમિયાન 19 લાભાર્થીઓને 14.84 લાખની સહાય આપવામાં આવી છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે તેમની એક યોજના છે કુંવરબાઈનું મામેરૃ. કુંવરબાઈનું મામેરû યોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોની ક્ધયાઓના લગ્ન પ્રસંગે સહાયરૃપ થવા માટે રૃા. 12,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ એક જ પરિવારની વધુમાં વધુ ર દીકરીઓને આ સહાય મળવાપાત્ર છે. આ યોજના હેઠળ અરજી કરવાની સમય મર્યાદા બે વર્ષની રાખવામાં આવી છે. જે માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય ક્ક્ષાએ 1,20,000 અને શહેરી કક્ષાએ 1,50,000 રૃપિયા હોય, તેમને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. હાલમાં સરકાર દ્વારા ક્ધયાના બેંક ખાતામાં ડાઈરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સહાયની રકમ ચૂકવવામાં આવે છે. 1 એપ્રિલ 2022 થી કુંવરબાઈનું મામેરû યોજના હેઠળ 10,000 ના બદલે રૃા. 1ર.000 ની સહાય કરવામાં આવે છે. રાજયના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોએ યોજનાનો લાભ લેવા માટે વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવા ના પડે તે હેતુથી ઓનલાઈન અરજી કરવા અંગેની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને આ પોર્ટલ પરથી સીધી જ અરજી કરી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ