જંત્રાખડી ગામે બાળા પર દુષ્કર્મ બાદ હત્યા, કોડીનાર તાલુકાના 50થી વધુ ગામના સરપંચોનું મામલતદારને આવેદન પત્ર

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે થોડા દિવસ પહેલા 8 વર્ષની બાળા સાથે આરોપી શામજી સોલંકીએ દુષ્કર્મ આચરી બાળાને મોતને ઘાટ ઉતારી મૃતદેહને ફેંકી દીધો હતો. જેને લઈ રાજ્યભરમાં ઈસમ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ મામલે આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે ઠેર-ઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર જંત્રાખડી દુષ્કર્મના આરોપીને રાજ્યભરમાંથી ફાંસી સજાની માંગ થઈ રહી છે. ત્યારે હવે ભારે રોષ વચ્ચે કોડીનાર તાલુકાના તમામ ગામોના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

8 વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાને લઈ તાલુકાના સરપંચોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ કોડીનાર તાલુકાભરના તમામ ગામોના સરપંચોએ આખો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા અને આરોપીને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા મળે તેને લઈ કોડીનાર મામાલદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં લગભગ 50થી પણ વધુ ગામના સરપંચો મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર પાઠવી ફાંસીની માંગ કરાઈ હતી.

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર જંત્રાખડી દુષ્કર્મના આરોપીને રાજ્યભરમાંથી ફાંસી સજાની માંગ થઈ રહી છે. તો બીજી તરફ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કનગડ અને દિલીપ બારડ સહિતના આગેવાનો એ જંત્રાખડી ગામે જઈ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવાર ને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા પીડિત પરિવારને 2 લાખ રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી હતી.

આ સાથે પીડિત પરિવારને આશ્વાશન આપવામાં આવ્યું હતું કે, આરોપીને તાત્કાલિક સજા મળે તેવા સરકાર પ્રયાસો કરી રહી છે. જેનું સુધી મોનીટરીંગ ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ