સાવરકુંડલાના ઐતિહાસિક દરબારગઢની દયનીય હાલત

નામરોષ થતી ઈમારતનું સમારકામ કરાવવા શહેરવાસીઓની માંગણી

સાવરકુંડલા તા. 23
શહેરમાં રાજા-રજવાડા કાળ થી બનેલ એક સમયનો દરબારગઢ સ્વરાજ મળ્યા બાદ સરકારી કચેરીઓ તરીકે વિલીનીકરણ થઈ જવા પામેલ શહેરની લગભગ મોટા ભાગની સરકારી કચેરીઓ શહેરની મધ્યમાં આવેલ આ દરબારગઢ માં બેસતી સાવર અને કુંડલા બન્ને વિભાગોમાં સૌથી ઊંચાઈ પર આવેલ આ દરબારગઢ એક સમયે ખુમાણ દરબારોનું નિવાસ માનવામાં આવે છે. હિન્દ આઝાદ થયું અને અંગ્રેજોએ ભારત છોડવું તે પછીનાં દિવસોમાં ભાવનગર મહારાજે આ દરબારગઢ નો કબ્જો રાજ્ય સરકારને સોંપ્યો હોવાનું સંભળાય છે હાલ આ દરબારગઢ સ્ટેટ ગર્વમેન્ટ હસ્તક છે.ઇ.સ.2000 સુધી આ દરબારગઢ ની વિશાળ ઇમારતમાં નામદાર ન્યાયકોર્ટ, તાલુકા મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી, તલાટી કચેરી, સેક્શન ઓફીસ, ટેલિફોન એક્ષચેન્જ, બેંક સહિત લગભગ 12 જેટલી કચેરીઓ કાર્યરત હતી. પરંતુ ઇ.સ.2001 ના ભુંકપ બાદ આમાંની પોણાભાગની કચેરીઓનું સ્થળાંતર થતા હાલ આ દરબારગઢ માં માત્ર 3 કચેરીઓ રહી જવા પામી છે પથ્થરો અને ઇમારતી લાકડા સાથે પૌરાણીક બાંધકામ ધરાવતા દરબારગઢ ને નિર્માણ થયા વેળાના પ્રશ્નો ઉભા થવાની શકયતા છે. વર્ષો જુનું મજબુત બાંધકામ અને કલાત્મક બાંધણી થી ઇતિહાસનો મુક સાક્ષી આ દરબારગઢ વીશાળ જગ્યા ધરાવતો વર્ષોથી અડીખમ ઉભો છે, દરબારગઢ વિસ્તારમાં જ દેવાધિદેવ મહાદેવ નું ભાવનગર મહારાજાએ બંધાવેલ શિવાલય તથા માં ખોડીયાર આઈનું મંદિર આવેલ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં જ પીરબાબા ની દરગાહ પણ આવેલ છે. હિન્દુ-મુસ્લીમ બન્ને ધર્મનો સમન્વય આ દરબારગઢ વિસ્તારમાં જોવા મળે છે,આ તબક્કે નોંધનીય છે કે શિવાલયને અડી ને આવેલ વીશાળ જગ્યામાં વર્ષો પહેલાની કાચા કામના કેદીઓની પૌરાણીક જેલ આવેલ છે, જે જગ્યા અંગે સાવરકુંડલાની ઘણીખરી જનતા પણ ભાગ્યે જ જાણે છે. આમ છેક દરબારગઢના મુખ્ય પ્રવેશ દ્વારથી લઈ છેક નગરપાલિકાના ગેરેજ સુધીના અંતરમાં વિશાળ જગ્યાનો સમાવેશ થાય છે જેમાં એક બાજુના ભાગે જઇઈં કાર્યરત છે જ્યારે બીજીબાજુ ઉંચી ઇમારતો તદ્દન વ્યર્થ સમયના સથવારે કાળની થપાટો ખાઈ જીર્ણ બની રહી છે. વહીવટી તંત્ર ઈચ્છે તો બિન ઉપયોગી લાગતી ઈમારતોના સ્થાને જોગીદાસ ખુમાણ નો મ્યુઝિયમ અથવા જોગર્સ પાર્ક અથવા નવી બિલ્ડીંગો બનાવવામાં આવે તો આ જુની ઇમારતો માંથી અઢળક પૌરાણીક મજબુત લાકડા અને લોખંડનો કાટમાળ નીકળે તેમ છે. ઈમારતી લાકડાથી બનેલ આ ઈમારતો હાલ માત્ર સમારકામના અભાવે વધુ ને વધુ જર્જરીત બનતી જાય છે જે અંગે વહીવટી તંત્ર દ્વારા નજીકના સમયમાં યોગ્ય પગલા નહી લેવામાં આવે તો લાંબાગાળે આ જગ્યા-ઈમારતો અને સમગ્ર દરબારગઢ ઈતિહાસના પાને માત્ર એક તવારીખ બની રહી જશે. સરકાર દ્વારા અનેક શહેરો અને વિસ્તારોમાં પુરાત્વ ખાતાની રાહબરી હેઠળ પૌરાણીક સ્થાપત્ય અને બાંધણીની જાળવણી માટે અથાગ પ્રયાસો-પ્રયત્નો કરવામાં આવે છે. જ્યારે સાવરકુંડલાનો વર્ષો જુનો અદ્ભુત બાંધણી ધરાવતો દરબારગઢ દિન-પ્રતિદિન નામશેષના આરે જઈ રહ્યો છે. જેને અનેક લોકો દુ:ખદ ગણાવી રહ્યા છે. સાવરકુંડલા શહેરની એક સમયની આન-બાન અને શાન ગણાતો આ ઐતિહાસિક દરબારગઢ યોગ્ય સમારકામ અને રંગરોગાનના અભાવે દિવસે દિવસે બિહામણો બનતો જતો હોય તેવો ભાસે છે. ઉંચા અને વિશાળ કદના લાકડાના મુખ્ય પ્રવેશ પડી ગયેલ છે. આ દરબારગઢ શહેરની મધ્યમાં આવેલો હોવાથી ઘણીવાર બહારગામથી આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનતો માલુમ પડ્યો છે. સાવરકુંડલાની જનતાનું એક સમયનું ગૌરવ હાલ ખંડેર અવસ્થામાં પરિવર્તીત થઈ રહ્યો હોય તેવું દર્શાય છે.

રિલેટેડ ન્યૂઝ