રાણપુરની ભાદર અને ગોમા નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રેતી ચોરી

અધિકારીઓની મીઠી નજર હેઠળ 24 કલાક ખનન

(પ્રતિનિધિ દ્વારા)
બોટાદ તા. 23
બોટાદ જીલ્લાના રાણપુર પાસેથી પસાર થતી ભાદર અને ગોમા નદીમાંથી બેફામ થતી રેતી ચોરીને લઈ ભુમાફીયાઓ સક્રીય બન્યા છે ત્યારે તંત્ર દ્રારા આ રેતી ચોરીનો અંત ક્યારે? બેફામ બનેલ ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. રાણપુર શહેર પાસેથી પસાર થતી ગોમા અને ભાદર નદીમાંથી ચોવીસ કલાક ચાલતી બેફામ રેતી ચોરી થી ભુમાફીયાઓ સક્રીય બન્યા છે ત્યારે આ નદી ઉપર આવતા પાટણા, કનારા ગામથી લઈ ગઢીયા, સાંગણપર, દેડકી ગામ સુધી નદીમાંથી બેફામ રેતી ચોરી થઈ રહી છે. આ રેતી ચોરી ખુલ્લેઆમ ચોવીસ કલાક થઈ રહી છે રાત દિવસ ટ્રેકટરો અને ડમ્પરોમાં જેસીબીથી રેતી ભરવામાં આવે છે.
આમ ખુલ્લેઆમ થતી રેતી ચોરી રાણપુરના નદીના પુલ ઉપરથી અને નદીમાથી રેતી ભરી ટ્રેકટરો રોડ ઉપર ચડતા દેખાય છે તેમ છતા તંત્ર મુકપ્રેક્ષક બની આ બધુ જોઈ રહ્યુ છે ત્યારે શહેરના લોકો તરેહ તરેહની વાતો કરી રહ્યા છે. આ નદીની રેતી હેરફેર ભવનગર, શીહોર, મહુવા, બોટાદ અને ધોલેરા સુધી લઈ જવામાં આવે છે તેમ છતા વાહનો ક્યાંય પકડાતા નથી અને ખુલ્લેઆમ ઠેકાણે પહોચી જાય છે ભુમાફીયાનું એક વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે..
જેમાં ખાણખનીજના અધીકારીની સંપુર્ણ માહીતી દરેકને મળે છે ગાડી ક્યાથી નીકળે ક્યાં જાય છે તે તમામ પ્રકારની માહીતી આ વોટ્સએપ ગ્રુપ દ્રારા ભુમાફીયાને સંપુર્ણ માહીતી મળતી હોવાથી કોઈ વાહનો પકડાતા નથી અને આ રીતે ભુમાફીયાઓ પોતાનો ઈરાદો પાર પાડી લેતા હોય છે પહેલાના સમયમાં આ ભુમાફીયાઓને પકડવા માટે તંત્ર દ્રારા ડ્રોન ઉડાડવામા આવતા અને ભુમાફિયાને આ રીતે પકડી લેતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવતી તો હવે ડ્રોન ક્યાં ગયા અને આ ભુમાફિયા ખુલ્લેઆમ રેતી ચોરી કરતા હોવા છતા તેની સામે કેમ કોઈ પગલા ભરવામા આવતા નથી તેવી ચર્ચાઓ શહેરીજનો કરી રહ્યા છે તો વહેલી તકે અ રેતી ચોરી અટકાવવામા આવે તેવા પ્રયાસો તંત્ર દ્રારા કરવામા આવે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ