વીજ ત્રાટક સાથે સૌરાષ્ટ્રમાં ઝાંપટાથી 3ાા ઇંચ વરસાદ

ખંભાળીયાના દેવળીયા ગામે દોઢ કલાકમાં 3ાા ઇંચ વરસાદથી ગામ પાણીમાં ફેરવાયું : માણાવદરમાં તોફાની 3 ઇંચ વરસાદ : ત્રણ સ્થળે વીજળી ત્રાટકી : સાવરકુંડલામાં નદી – નાળા છલકાયા

ખાંભામાં અઢી, રાણાવાવમાં સવા બે, સાવરકુંડલા – ગીર ગઢડામાં દોઢ, કુતિયાણા – પોરબંદરમાં સવા ઇંચ, મહુવા વડીયામાં 1 ઇંચ, કોડીનાર, ધ્રોલ, ઉપલેટા, તળાજા, વેરાવળ, બગસરામાં 0ાા ઇંચ : 45 તાલુકામાં વરસાદથી ખેડૂતો રાજી

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 23
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે અસહ્ય ઉકાળટ વચ્ચે સવારથી જ મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી હતી. બપોર પછી વિજળીના ત્રાટક સાથે સમગ્ર સૌરાષ્ટ્રના 45 જેટલા તાલુકામાં ઝાપટાથી લઇને 3ાા ઇંચ સુધી વરસાદ પડતા ખેડૂતો રાજીના રેડ થઇ ગયા હતા. જામખંભાળીયાના દેવળીયા ગામે દોઢ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા ગામ પાણી પાણી થઇ ગયું હતું. આવી જ રીતના માણાવદરમાં પણ મેઘરાજાએ તોફાની ઇનિંગ રમી હતી. ચાર સ્થળોએ વિજળીના ત્રાટક સાથે ત્રણ ઇંચ વરસાદથી ગામમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. જ્યારે ખાંભા, રાણાવવામાં બેથી અઢી ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે સાર્વત્રીક વરસાદના પગલે નદી – નાળા અને ડેમમાં નવા પાણીની આવક થઇ હતી. અમરેલીની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા.
સાવરકુંડલામાં આજે સવારે એક કલાકમાં બે ઇંચ વરસાદ પડયો હતો. ગીર ગઢડામાં સવાર અને સાંજે દોઢ ઇંચ વરસાદ ખાબકતા ગામમાં વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે કુતિયાણામાં દોઢ, પોરબંદરમાં સવા, મહુવા, વડિયામાં 1 ઇંચ, કોડીનાર, ધ્રોલ, ઉપલેટા, તળાજા, વેરાવળ, બગસરા, લિલિયામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જેતપુર, લાલપુર, થાનગઢ, સુત્રાપાડા, પાલીતાણા, અમરેલી, વંથલી, માંગરોળ, રાજકોટ, ચોટીલા, જામજોધપુર,જામકંડોરણા, માળિયા હાટીના, કેશોદ, ગોંડલ, જેસર, વિસાવરદ, રાજુલા, પડધરી, જામનગર, ગારીયાધાર, તાલાલા, જુનાગઢમાં અડધા ઇંચથી જોરદાર ઝાપટા પડયા હોવાના વાવડ મળી રહ્યાં છે.
અમરેલી
અમરેલી જીલ્લામાં ગત રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે અનેક નદી નાળાઓમાં પાણીંની ભારે આવક જોવા મળી હતી.ખાસ કરીને સાવરકુંડલા,રાજુલા,ખાંભા,લીલીયા,કુંકાવાવ પંથકમાં સારો વરસાદ પડ્યો હતો.વરસાદને કારણે આગોતરું વાવેતર કરી અને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની માહોલ છવાયો હતો.
ખાંભા પંથકમાં મોડી રાત્રીના સમયે પડેલા વરસાદને કારણે અહીંની ધાતરવડી નદીમાં પાણીની ભરપૂર આવક થઇ હતી.સૂકી પડેલી નદીમાં ફરીથી પાણીનો પ્રવાહ વહેતો થયો હતો.જેને જોવા લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતા તો વહેલી સવારે પણ ખાંભા પંથકમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો.અહીંના તાંતણિયા,નાનુડી,ભાવરડી,ભાડ,વાંકિયા,બોરાળા સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે આગોતરું વાવેતર કરી અને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો સાંજ સુધી અહીં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
બીજી તરફ સાવરકુંડલા પંથકમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યો હતો.પવન સાથે તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો.ઘોબા,પીપરડી,હાથસણી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.શહેરી વિસ્તારમાં વરસાદને પગલે કેટલાક વિસ્તારો પાણી પાણીં થયા હતા ખાસ કરીને જેસસરરોડ,રિદ્ધિ-સિદ્ધિ રોડ,મહુવાચોક,હાથસણી રોડ સહિતના વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.
વવરસાદને કારણે શેત્રુંજી નદીમાં પાણીની ભારે આવક જોવા મળી હતી બીજી વખત શેત્રુજી નદીમાં પાણીની આવક થઇ હતી.ધોધમાર વરસાદથી આવેલા પૂરને લીધે ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુજી નદીના પાણી ફરી વળ્યાં હતા અને ઉપર વાસમાં સારા વરસાદને કારણે પૂર આવ્યું હતું.પૂરને કારણે થોડી વાર માટે રસ્તો બંધ થયો હતો.
કુંકાવાવ પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.વરસાદને કારણે કુંકાવાવના બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ મેઈન બજારો પાણી પાણીં થઇ હતી.જોકે વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી હતી તો બીજી તરફ આસપાસના વડિયા પંથકમાં પણ સારો વરસાદ પડ્યો હતો.વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
માણાવદર
શહેરમાં ભાર ઉકળાટ – ગરમીથી ત્રસ્ત નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે આજે પ્રચંડ વીજળીના લલકારા અને કડાકા ભડાકા સાથે વીજળીના પ્રચંડ અવાજે શહેરને ધ્રુજાવી દીધું હતું. સાથે અનરાધાર વરસાદે રોદ્ર સ્વરૂપે 3 ઇંચ વરસાદ પડયો હતો.
ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેમા: ભાજપ શાસિત પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ હતી. ગટરોમાં હજુ કાદવ – કિચડથી ખદબદે છે. જેથી પાણીનો નિકાલ થયો ન હોતો. તથા 35 હજાર જનતમાંથી માંગ ઉઠવા પામી છે.
માણાવદરમાં આજે બપોરે શહેરમાં થયેલા વીજળીના લલકારા અને પ્રચંડ ધડાકાએ સમહગ્ર શહેરમાં રોદ્ર સ્વરૂપે ધુ્રજાવી દુધી હતું.
શહેરમાં ત્રણ સ્ળથે વિજળી ત્રાટકી હતી જેમા: 11 કેવી. ગૌતમ નગર ટીસી ઉપર આશાયા 1 પાસે મહાદેવીયા રોડ ટીસી બને 100 કેવીના ટીસી ઉપર અને 11 કેવી નુતન ફડર એસીબી કેબલ ઉપર પડતાં કેબલ બળી ગયો હતો. પીજીવીસીએલને નુકશાનની થઇ ગૌતમ નગર ટીસી ઉપર વીજળી પડતા ધણા નગારિકોના ઘરે સ્વીચો નવકળી ગઇ હતી અસંખ્ય વીજ સર્વિસનો બુકડો બોલી વિજળી પડવાથી હજી જાનહાનીના સમાચાર નથી મળ્યા છે.
સાવરકુંડલા
સાવરકુંડલા અને તાલુકામા દરેક ગામડાઓમાં વહેલી સવારના 5 થી અચાનક હવામાન માં પલ્ટો આવતા પવન સાથે ગાજવીજ મેઘરાજા વરસતા રસ્તા ઉપર પાણી દોડતા થયા હતા નાવલી નદીમાં ગોઠણ ડૂબ પાણી આવેલ.
આજના વરસાદથી દરેક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો-વેપારીઓ માં ખુશી જોવા મળેલ તાલુકાના -જેસર,હિપાવડલી,વંડા,શેલણા,નેસડી,ગાધકડા, બાઢડા,કાનાતળાવ,ધાર, અમૃતવેલ,ઓળીયા,વગેરે ગામોમાં પણ વરસાદ ના વાવડ મળેલ છે.
જોરદાર પવન સાથે વરસાદ થી મંગલમ સોસાયટી ના ઘરોમાં પાણી ભરાય ગયા રોડના લેવલે મકાનો હોવાથી રહીશો હેરાન પરેશાન થાય છે પાણી ન ભરાય તે માટે યોગ્ય કરવા નગરપાલિકા માં રજુઆત કરેલ છે.
ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં ગઈકાલે બુધવારે પુન: મેઘરાજાનું આગમન થયું હતું. ખાસ કરીને ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
ખંભાળિયા પંથકમાં બુધવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે તાલુકાના જે.પી. દેવળીયા ગામ તથા આસપાસના ગામોમાં બપોરે દોઢેક કલાકના સમયગાળા દરમિયાન સાડા ત્રણ ઈચ જેટલો વરસાદ વરસી જતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. આ ઉપરાંત ખેતરો અને નાના તળાવ તથા ચેકડેમમાં નોંધપાત્ર પાણી ભરાઈ આવ્યા હતા. આ ઉપરાંત કોઝવે પરથી પાણી નીકળવા લાગતા થોડો સમય આ રસ્તો બંધ થઈ ગયો હતો.
તાલુકાના જે.પી. દેવળિયા ગામમાં સાડા
ત્રણેક ઇંચ જેટલા વરસાદ સાથે નજીકના આંબરડી ઉપરાંત તાલુકાના માધુપુર, પીપળિયા, મોવાણ, ખજુરીયા, ખોખરી વિગેરે ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. એક જ વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં સાડા ત્રણ ઈચ જેટલા વરસાદથી જાણે આભ ફાટ્યું હોય તેમ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ નોંધપાત્ર વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ઉના – ગીરગઢડા
ચોમાસાનું આદ્રાનક્ષત્ર બેસી જતાં ગીર ગઢડા ગામ અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ મહેક રી છે. આજે બપોરના બે વાગ્યા બાદ પવન સાથે ધોધમાર વરસાદ સાંજે પાંચ વાગ્યા સુધીમા: 36 એમ.એમ. (દોઢ ઇંચ) વરસી જતાં બજરમાં રોડ ઉપર પાણી વહેવા લાગેલ હતા. મોસમનો કુલ 150 એમએમ એટલે 6 ઇંચ વરસાદ વરસી ગયો છે. ખેડૂતોના ખેતરો પાણી પાણી થઇ ગયા છે. ગ્રામ્ય વિસ્તાર, વાજડી, જુના ઉગલા, નવા ઉગલા, ખંબાડા, ખીલાવડ, ફાટસર, દ્રોણ, જરગલી, વડવીયાળામાં પણ એકથી દોઢ ઇંચ વરસાદ પવરસી ગયો છે.
ઉના શહેર કોરૂ ધાણેક છે. પરંતુ ગ્રામ્ય પંથ ડમાસા, ઉંદરી, ભેભા, ભાચા, કેસરીંયમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો છે. જે ખેડૂતોએ કોરવાણમાં મગફળી – કપાસનું વાવતેર કરેલ છે. તેમજ આ વરસાદ કાચા સોના જેવો વરસી રહ્યો છે.
માધવપુર
માધવપુર માં મેઘ રાજાનું બપોરે 1.45 આસપાસ પવન સાથે જોરદાર વરસાદ નું આગમન થતાં એક કલાક સુધી વરસાદ વરસ્યો હતો.
અને સિઝનનો પ્રથમ વરસાદ 1.5 ઇચ જેટલો વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદ વરસતા ની સાથેજ ખેડૂતો અને લોકો માં ખુશી ની લહેર જોવા મળી રહી છે.
ડોળાસા
કોડીનાર તાલુકા ના ડોળાસા ગામે સવાર અને સાંજ એમ બે રાઉન્ડ માં 32મી.મી.વરસાદ થયો છે.
ડોળાસા ગામે આજે સવાર ના 7 થી 10 દરમ્યાન વરસાદ નું વાતાવરણ રહ્યું હતું.આ દરમ્યાન 25 મી.મી.અને ફરી સાંજે ચાર થી પાંચ વાગ્યા વચ્ચે ઝાપટું આવ્યું હતું. તેમાં 7 મી.મી.વરસાદ નોંધાયો છે.આમ આજ નો કુલ 32,મી.મી.વરસાદ થયો છે મોસમ નો કુલ વરસાદ 61 મી.મી.થયો છે.પાણી ની અછત યથાવત છે.
મોટીપાનેલી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજે સવારથી જ વાતાવરણ ધાબળછાયું હોય અસહ્ય બફારો અને ગરમી વચ્ચે બપોરે અઢી વાગ્યે મેઘરાજા એ એન્ટ્રી કરી હતી શરૂઆત માં ભારે મેંઘ ગર્જના અને વીજળીના ચમકારા બાદ ભારે પાવન સાથે વરસાદે સટાસટી બોલાવતા રોડ રસ્તાઓ નદીઓ માં ફેરવાયા હતા ચારે તરફ પાણી ફરી વળતા લોકો ના ચહેરા પર ખુશી જોવા મળી હતી વાવણી કરેલ મોલ ઉપર કાચું સોનુ વરસતું હોય એમ મેઘરાજા વરસી પડ્યા હતા ખેડૂતો પણ ખુશહાલ જોવા મળ્યા હતા ખેતરો માંથી પણ પાણી હાલતા થઇ ગયા હતા એકાદ કલાકમાં જ સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો જોરદાર વરસાદ પડી જતા ગરમી માં ભારે રાહત મળી છે ઉભા મોલને પણ સમયસર પાણી મળી જતા ધરતીપુત્રો ને પણ રાહત થઇ છે.
રસ્તો બંધ
આત્રોલી થી કેશોદ તરફ જતા રસ્તા ઉપર વૃક્ષો ધરાશાય થતાં આજક થી કંટાળી ફાટક સુધીઅ ભારે પવન અને વરસાદ ના કારણે અલગ અલગ જગ્યાએ વૃક્ષ પડી જતા રસ્તો બંધ થતાં વાહન વેહવાર ખોરવાયો હતો.
મહુવા
મહુવામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તળાજામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમા ,પાલીતાણા ,જેસર અને ગારિયાધારમાં છૂટોછવાયો વરસાદ પડયો છે.
ગોહિલવાડ પંથકમાં ચોમાસાનો આરંભ થઇ ગયો છે પરંતુ હજુ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો નથી. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી.
ફલ્લા
જામનગર તાલુકાનાં ફલ્લા ગામે આજે સાંજે પાંચ કલાકે જોરદાર પવનના સુવાટા સાથે વરસાદનું આગમન થયું હતું. અને અર્ધો કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ