જામનગરના પ્રેમી પંખીડાનો આજીડેમમાં ઝંપલાવી આપઘાત

બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ સજોડે પાણીમાં
ઝંપલાવી મોત માંગી લીધું : બંનેના પરિવારમાં શોકનો માહોલ

બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ સજોડે પાણીમાં

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 23
જામનગરના પ્રેમી પંખીડાએ સજોડે બે દિવસ પહેલા રાજકોટમાં આજીડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જામનગર કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતો યુવાન અને તેની પ્રેમીકા બે દિવસ પહેલા જામનગરથી નિકળી ગયા બાદ રાજકોટમાં આજીડેમમાં પડતુ મુકી જીવન ટુંકાવી લીધું હતું દરમ્યાન ગઈકાલે યુવાનને મૃતદેહ મળ્યા બાદ આજે યુવતિનો પણ મૃતદેહ મળી આવતા બન્નેએ સજોડે જીવન ટુંકાવી લીધાનું ખુલવા પામ્યું હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતક પ્રેમી પંખીડાના પરિવારજનોને જાણ કરાતા બંનેના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. આ બનાવથી યુવક અને યુવતિ બન્નેના પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળત વિગત મુજબ રાજકોટ આજીડેમમાં કિશાન ગૌ શાળા પાસે ફોરેસ્ટ બંગલાની બાજુમાં ગઈકાલે સાંજે પાણીમાં યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે દોડી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસ કરતા મૃતક પાસેથી ચૂટણી કાર્ડ મળી આવેલું જેના આધારે તપાસ કરતા મૃતક કિરણ કમલેશભાઈ પારિયા (ઉ.વ.25, રે. જામનગર, કિશાન ચોક, ગણેશનગર) હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન આજે બપોરે આજીડેમમાં મેલડીમાતાના મંદિર પાસે પાણીમાં એક યુવતિનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાપે મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતા મૃતક યુવતિ જામનગરની હોવાનું ખુલવા પામતા તેના પરિવારજનોને જાણ કરી હતી. વધુ તપાસમાં જામનગરનો યુવક અને યુવતિ બન્ને પ્રેમી યુગલ હોવાનું અને બન્ને બે દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યા વગર નિકળી ગયા હતા. અને રાજકોટ આવી આજીડેમમાં સજોડે પડતું મુકી આપઘાત કરી લીધાનું ખુલવા પામ્યું છે.
મૃતક કિરણ બે ભાઈમાં નાનો અને અપરણિત હોવાનું તથા જામનગર મહાનગરપાલિકામાં વોટર વર્કસ શાખામાં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતો હતો બંને પ્રેમી યુગલ મંગળવારે ઘરેથી નિકળ જતા બન્નેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. અને બે દિવસ બાદ ગઈકાલે યુવકનો મૃતદેહ મળ્યા બાદ આજે યુવતિનો પણ મૃતદેહ મળી આવ્યા બાદ બંનેના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. આ બનાવથી બંનેના પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ