રાજુલામાં આઇડિબીઆઇનાATMમાં તોડફોડ કરી રૂા. 4500ની ઉઠાંતરી

સીસીટીવી કેમેરામાં કેદ થયેલા બે શખ્સોની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા)
અમરેલી તા. 23
રાજુલા શહેરમાં મુખ્ય બજરમાં આઈ.ડી.બી.આઈ બેન્કના અઝખમાં 2 શખ્સ દ્વારા તોડી રૂપિયાની ચોરી કરી કરતા સીસીટીવીમાં કેદ થતા ફુટેજના આધારે ગણતરીની કલાકોમાં બંને શખ્સ ઝડપી લીધા હતા.
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલ આઈ.ડી.બી.આઈ બેન્કના એટીએમમાં રાત્રીના સમયે 2 અજાણીયા ઈસમો એટીએમ તોડવા માટે હથિયારો લઈ આવે છે અને 1 શખ્સ રેકી બહાર દરવાજામાં રેકી કરી રહ્યો છે ત્યારબાદ તોડી 4500 રોકડા રૂપિયાની ચોરી કરી જોકે અંદર રૂપિયા વધુ હતા પરંતુ બહાર વાહનોની અવર જવરના કારણે ચોરી કરનારા શકશો દ્વારા 4500 રૂપિયા રોકડા અને તોડફોડ કરી નાચી છૂટ્યા ત્યારબાદ સવારે બેન્ક દ્વારા તોડફોડના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી થયાનું સામે આવતા બેંકના મેનેજર દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસ ટીમ દ્વારા જુદી જુદી દિશામાં સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી બેંકના સીસીટીવી ફૂટેજ રાજુલા પોલીસ દ્વારા કબજે લઈ ખાનગી રાહે તપાસ કરતા રાજુલા તાલુકાના રીગણીયાળા ગામના 2 યુવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે
કે.જે.ચૌધરી ડી.વાય.એસ.પી. ના જણાવ્યા પ્રમાણે આરોપી કિરીટ હિંમતભાઈ મારૂ રે.મોટા રીગણીયાળા ગામ, આરોપી જેન્તી ડાયાભાઈ મયાત્રા રે.મોટા રીગણીયાળા આ બંનેની ધરપકડ કરી આકરી પૂછ પરછ કરતા બંને શકશોએ કબૂલાત આપતા હાલ બંનેની ધરપકડ કરી વધુ પૂછ પરછ શરૂ કરવામાં આવે છે અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ? તેને લઈ પોલીસ ગંભીરતા પૂર્વક ઊંડાણ તપાસ શરૂ કરી છે
રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલ બેંકના એટીએમમાં ચોરી થયાની ઘટનાને લઈ સમગ્ર શહેર અને અન્ય બેંકોમાં અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો જોકે રાજુલા પોલીસને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવા મા સફળતા મળી છે.

રિલેટેડ ન્યૂઝ