જૂનમાં કોરોના જલજલાટ સૌરાષ્ટ્ર-કચ્છમાં 51 કેસ

રાજકોટમાં 16, ભાવનગરમાં 15, જામનગર-કચ્છમાં 7-7, અમરેલી-
મોરબીમાં 2-2 અને દ્વારકા-સુરેન્દ્રનગર એક-એક કેસ નોંધાયો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 23
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારીના ચઢાવ ઉતાર વચ્ચે મહામારીની ચિંતાના વાદળો ઘેરાયા છે. જૂન મહિનામાં કોરોનાનો વરસાદ વરસ્યો હોય 24 કલાકમાં 51 નવા કેસ મળી આવ્યા છે. જેમાં રાજકોટ 16, ભાવનગરમાં 15, જામનગર- કચ્છમાં 7-7, અમરેલી-મોરબીમાં 2-2, દ્વારકા સુરેન્દ્રનગરમાં એક એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જ્યારે 12 જિલ્લામાંથી 31 દર્દીએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી આવી છે.
રાજકોટ
રાજકોટમાં મહામારીનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો હોય તેમ સતત પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. આજે રાજકોટમાં 16 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં 15 અને ગ્રામ્યમાં એક દર્દી મળી આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 14 દર્દીએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજકોટમાં કોરોનાનો પ્રકોપ વધતા લોકો ફફડાટ અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
જામનગર
જામનગર શહેરમાં કોરોના ની રફતાર આજે પણ તેજ ગતિથી આગળ વધી છે, અને શહેરના એક કેટરર્સ, એક દુકાનદાર અને બે વિદ્યાર્થી સહિત છ વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે તમામને હોમ આઇશોલેશન માં રાખવામાં આવ્યા છે. જામનગર ગ્રામ્ય વિસ્તારના આજે એકપણ કેસ નોંધાયો નથી.
જામનગરના શહેરી વિસ્તારમાં કોરોના ની ગતિ ધીમે ધીમે રફ્તાર પકડી રહી છે. ગઈકાલે શહેરના સાત પોઝિટિવ કેસ નોંધાયા પછી આજે પણ વધુ 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા એક કેટરર્સ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે.
જેને સામાન્ય તાવ શરદી ના લક્ષણો જણાયા હતા.
આ ઉપરાંત જામનગરની એક ખાનગી શાળાના 12 વર્ષીય વિદ્યાર્થી તેમજ રાજનગર માં રહેતી 15 વર્ષીય વિદ્યાર્થીની કે જેઓ ના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, અને હાલ બંનેને હોમ આઇશોલેશન માં રાખવામાં આવ્યા છે. ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં રહેતા 42 વર્ષિય પુરુષ કે જેઓ રાજકોટ ક્રિકેટ મેચ જોવા ગયા હતા. જેઓનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. અને હાલ કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. જેમના પત્ની અને પુત્રના કોરોના સેમ્પલો લેવાયા છે.
આ ઉપરાંત ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ નો કોરોના રિપોર્ટ મળ્યો છે. જેઓ અમદાવાદ ની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે, અને તાવ શરદી ની અસર પણ જોવા મળી હતી. જેઓને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં રહેતા 42 વર્ષિય પુરુષ અને ઇન્દિરા સોસાયટીમાં રહેતા 47 વર્ષીય એક વેપારી કે જેના પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે, અને બંનેને હોમ આઇશોલેશન માં રાખવામાં આવ્યા છે. તેમના પરિવારના ચાર સભ્યોના સેમ્પલો લેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉપરોક્ત તમામ વિસ્તારોમાં આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના નો એક પણ કેસ નોંધાયો ન હોવાથી રાહતના સમાચાર છે.
ભાવનગર
ભાવનગર શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે આજે વધુ 15 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 13 કેસ નોંધાયા છે .આ 13 પૈકી 9 કેસ સર .ટી.હોસ્પિટલ અને સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓના જ છે જ્યારે અન્ય કેસમાં 2 સાગવાડી વિસ્તારના કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્ય માં આજે બે કેસ નોંધાયા છે.હવે ભાવનગર જિલ્લાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વટાવીને 60 થઈ ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ