વેરાવળના 20 માચ્છીમારો પાક જેલમાંથી મુકત થઇ વતન પરત

(પ્રતિનિધિ દ્વારા) વેરાવળ તા.23
પાકિસ્તાન કેદમાં રહેલા માછીમારો પૈકી 20 માચ્છીમારો મુક્ત થતા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા. ભારતીય માછીમારો માતૃભૂમિમાં આવતા હર્ષના આંસુઓ અને સાથે મેઘમહેર થયેલ હતી. હજુ પણ 642 થી વધુ માછીમારો પાકિસ્તાન કેદમા હોય તેઓ વ્હેલી તકે મુકત થાય તે માટે માચ્છીમાર પરીવારજનોએ જણાવેલ હતું.
પાકીસ્તાન જેલમાંથી મુકત થયેલા માચ્છીમારો આવી પહોંચતા મત્સ્યોઘોગ કચેરીના અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં માછીમારોના પરિવારજનો ઉપસ્થિત રહેલ હતા. છેલ્લા ઘણા સમયથી માછીમારોની મુક્તિ માટે સતત કાર્યરત સંગઠન એક વિચાર એક ભારતના પ્રતિનિધિઓ પાકિસ્તાન થી માછીમારો વતન વાપસી કરતા તેમના સ્વાગત માટે તેમજ સરકારનો આભાર વ્યક્ત કરવા માટે જિલ્લા મથકે હાજર રહેલ જેમાં કોડીનાર સામાજિક અગ્રણી સમીર વાઢેર તથા ગીર સોમનાથ જિલ્લાના સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ, અગ્રણીઓ માછીમાર અગ્રણીઓ સાથે માછીમાર પરિવારની મહિલાઓ, બાળકોએ તેમના પિતા, પતિ એવા માછીમારોનું સ્વાગત કરી સરકારને સકારાત્મક રજૂઆત કરી પાકિસ્તાન કેદમાં રહેલા માછીમારો વ્હેલી તકે મુક્ત બને તેમજ તેમના પરિવારોને પડતી અગવડતાઓ, અસુવિધાઓ અને સહાય બાબતે નિયમોનુસાર સંવેદનશીલતાથી માછીમારોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
વેરાવળ ફીશરીઝ કચેરી ખાતે પાકિસ્તાન જેલમાં માછીમાર
વ્યવસાય સાથે સંકળાયેલા મજબૂર 20 માછીમારો મુક્ત બની માદરે વતન પહોચ્યા હતા ત્યારે આંસુઓ અને ખુશીઓ સાથે વરસાદ પણ મનમૂકીને વરસી પડ્યો હતો. પરીવારજનો પોતાના પરિજનો પારકા દેશમાં કેદ હતા તેમને ભેટી પડ્યા હતા. હજુ પણ 642 થી વધુ માછીમારો પાકિસ્તાન કેદમા છે જે બાબતે પણ સામાજિક સંગઠનો અને સરકાર પણ સતત પ્રયત્નશીલ છે.

રિલેટેડ ન્યૂઝ