અમદાવાદ : મોર્નિંગ વોકમાં નિકળેલા રાહદારીને બોલેરોએ ઉડાવ્યાં, અકસ્માતના લાઈવ દ્રશ્યો આવ્યા સામે

વસ્ત્રાલમાં કેનેરા બેંક પાસે સર્જાયો અકસ્માત

અમદાવાદ શહેરમાં શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત થયું હતું. વસ્ત્રાલ વિસ્તારમાં શુક્રવારના રોજ થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સવારે 6 કલાકે મોર્નિંગ વોક કરવા નીકળેલા રાહદારીને બોલેરોના ડ્રાઇવરે અડફેટે લીધા હતા. ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના રાહદારીનું તેમા મોત થયું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મુખ્ય માર્ગ ઉપર પુરપાટ ગતિએ આવતી બોલેરોએ રાહદારીને ટક્કર મારી દીધી હતી.

વસ્ત્રાલમાં જીવલેણ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગઈકાલે વહેલી સવારે કેનેરા બેંક પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સ્થાનિક શૈલેષ પ્રજાપતિનું મોત થયું હતું. આ સમયે બેફામ ગાડી હંકારતા કાર ચાલક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બેફામ ગાડી હંકારતા વાહન ચાલકો સામે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે. વારંવાર થતા અકસ્માતને લઈને લોકો પરેશાન છે અને સાથે જ આ માટે ખાસ પગલા લેવાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરતા જોવા મળે છે. અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનામાં બેકસૂર લોકોના મોત થવાના કારણે હવે લોકોની ધીરજ ખૂટી છે.

રિલેટેડ ન્યૂઝ