અમદાવાદ : અસલાલીમાં 29 લાખની 11 હજાર વિદેશી દારૂની બોટલો ઝડપાઇ, બેની ધરપકડ

પોલીસે માલિક અને બ્રોકરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

અસલાલી પોલીસે ડ્રાઈવ દરમિયાન દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અસલાલી પોલીસે રૂપિયા 29 લાખની 11 હજાર બોટલનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે ગોડાઉન ભાડે આપનારા બે લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે માલિક અને બ્રોકરની ધરપકડ કરીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે પણ દારૂના ગોડાઉનો મળી આવતા અનેક સળગતા સવાલો મનમાં ઉદભવતા હોય છે. હાલમાં અસલાલી પોલીસે દારૂના જથ્થાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ અમદાવાદના સેટેલાઇટમાં PCBએ રેડ પાડી વિદેશી દારૂની બોટલ અને દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. જેમાં એક આરોપીની અટકાયત કરી હતી. ગઇકાલે શહેેરમાં નકલી દારૂ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. PCBએ સેટેલાઇટ વિસ્તારમાં રેડ પાડી એક આરોપીની અટકાયત પણ કરી હતી. PCBએ કુણાલ નામના આરોપીની અટકાયત કરી હતી. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા અભિલાષા એપાર્ટમેન્ટમાં આ રેકેટ ચાલતુ હતું. જ્યાં PCBએ વિદેશી દારૂની બોટલ અને દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. જો કે, નકલી દારૂ રેકેટના અભિષેક અને ધર્મેશ નામના વધુ બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ