રથયાત્રાના દિવસે કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઇ-રીક્ષાઓ મુકવામાં આવશે

ટ્રેનથી આવતા મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરાયુ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને અમદાવાદ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ૨૫ હજારથી વધારે પોલીસ ઉપરાંત, જે વિસ્તારમાં યુવાનોની સેવા પણ લેવામાં આવશે. એટલું જ નહી સૌ પ્રથમવાર હેલીકોપ્ટર દ્વારા સમગ્ર રથયાત્રાનું હવાઇ સર્વેક્ષણ કરવામાં આવશે. સાથે સાથે મોટા પ્રમાણમાં ડ્રોન કેેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રામાં અગાઉ અમદાવાદમાં ફરજ બચાવી ચુકેલા પીએસઆઇ થી માંડીને આઇપીએસ અધિકારીઓને વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવશે. 

કોરોનાને કારણે બે વર્ષ સુધી રથયાત્રા નીકળી નહોતી. જેથી ચાલુ વર્ષે યોજાનારી રથયાત્રાને લઇને સમગ્ર અમદાવાદમાં ભારે ઉત્સાહનો માહોલ છે અને અભુતપૂર્વ જનમેદની ઉમટી પડે તેવી શક્યતાને જોતા રથયાત્રા વિના વિધ્ને પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં પેરા મીલેટરી ફોર્સ અને પોલીસ વિભાગના મળીને ૨૫ હજારથી વધારે જવાનો તેમજ અધિકારીઓ રથયાત્રા બંદોબસ્તમાં જોડાશે. જેમાં ખાસ કરીને અગાઉ અમદાવાદ શહેરમાં રથયાત્રામાં કામગીરી ચુકેલા અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. 

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રથયાત્રા બંદોબસ્તમા સૌ પ્રથમ સમગ્ર રૂટ પર હવાઇ સર્વેક્ષણ કરવા માટે હેલીકોપ્ટરની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત, મોટા પ્રમાણમાં ડ્રોનનો પણ ઉપયોગ કરાશે. જેથી ગીચ વિસ્તારમાં સર્વેલન્સને યોગ્ય રીતે કરી શકાય અને ૧૦૦ વધુ બોડી ઓન કેેમેરા અને ટીઝર ગનનો ઉપયોગ કરાશે.  આ સાથે જગન્નાથ મંદિર, તંબુ ચોકી અને શાહીબાગ પોલીસ કમિશનર ખાતે વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે. આ ઉપરાંત, સોશિયલ મિડીયા પર નજર રાખવા માટે સાયબર સેલની એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે. જે વિવિધ સોશિયલ સાઇટ પર માઇક્રો સવેલન્સ રાખવામાં આવશે.

સામાન્ય રીતે રથયાત્રા દરમિયાન પબ્લીક ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી કાલુપુર રેલવે સ્ટેશન પરથી આવતા અને જતા મુસાફરોને મોટા પ્રમાણમાં મુશ્કેલી પડતી હોવાથી આ વર્ષે પ્રથમવાર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર ઇ- રીક્ષાઓ મુકવામાં આવશે.  

રિલેટેડ ન્યૂઝ