ગોંડલના ભૂણાવા પાસે બે એસ.ટી. બસ વચ્ચે કારનો બૂકડો બોલ્યો

સદનસિબે જાનહાની ટળી : કારચાલક રાજકોટ જૂની ગાડી આપી નવી લેવા જતા અકસ્માત સર્જાયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોંડલ તા. 25
અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર વાઘેશ્વર મહાદેવ મંદિર ભુણાવા નજીક બે એસટી બસની વચ્ચે વરના કાર આવી જતા સર્જાયેલા અકસ્માતમાં વરના કાર સેન્ડવિચ બની જવા પામી હતી સદ્નસીબે કોઇ જાનહાની થઇ નહોતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે વાઘેશ્વર મહાદેવ મંદિર ભુણાવા
પાસે પસાર થઇ રહેલ ગોંડલ રાજકોટ રૂટ ની એસટી ૠઉં18ણ 2622 પાછળ વરના કાર ૠઉં 03 ખઊ 0643 ધડાકાભેર ઘુસી ગઈ હતી અને તેની પાછળ તુરંત જ જેતપુર રાજકોટ રૂટ ની બસ ૠઉં18ણ3736 ઘુસી જતા આ અકસ્માતમાં વરના કાર સેન્ડવિચ બની જવા પામી હતી સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.
બના અંગે દેરડી કુંભાજી ના કાર ચાલક મનીષભાઈ પોકીયાએ જણાવ્યું હતું કે તેઓ નવી ગાડી હેરિયર રાજકોટ શોરૂમમાં છોડાવવા માટે જઈ રહ્યા હતા અને જ્યાં વરના કાર જમા કરાવવામાં આવનાર હતી પરંતુ એ પહેલા જ કાર સેન્ડવીચ બની જતા તેમના પર ચિંતાના વાદળો ઘેરાયા હતા અકસ્માતની જાણ થતાં જ ગોંડલ એસટી ડેપોના મેનેજર તેમજ તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ