સૌરાષ્ટ્રમાં ફરી મેઘસવારી આવી પહોંચી : 1 થી દોઢ ઈંચ વરસાદ

ખેતરોમાં પાણી આવતા પાકને જીવતદાન મળ્યું : ધરતી પુત્રમાં હર્ષ ફેલાયો, તો અસહ્ય ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

જામનગરના કાલાવડ, જામજોધપુર પંથકમાં સતત ત્રીજા દીએ મેઘ સવારી : અઢીથી ત્રણ ઈંચ વરસાદ

જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સતત ત્રીજા દિવસે પણ મેઘવૃષ્ટિ ચાલુ રહી હતી, અને કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણાં ગામમાં પણ ધોધમાર અઢી ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે.
જામજોધપુરના અન્ય ગ્રામ્ય પંથકમાં એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં શેઠ વડાળામાં 20 મી.મી., જામવાડીમાં 20 મી.મી., વાંસજાળીયા માં 38 મિ.મી., ધ્રાફા માં 25 મી.મી., પરડવામાં 20 મી.મી. અને ધૂનડામાં 12 મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત કાલાવડ તાલુકાના ખરેડી માં 25 મી.મી., ધુતારપર ગામમાં 30 મી.મી., લાલપુરના ડબાસંગમાં ગામના 22મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માંહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 29.8 ડિગ્રી જયારે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 40 થી 45 કિ.મી. ની ઝડપે રહી હતી.

માળિયા હાટીનાના કાત્રાસા ગીરમાં વરસાદ
સાથે ભયંકર વાવાઝોડાએ તારાજી સર્જી
અનેક મકાનો પડી ગયા : 30 થી વધુ બાળકોને ઈજા

માળીયા હાટીના ના કાત્રાસા ગીર માં ભયંકર વાવાઝોડા એ તારાજી સર્જી અનેક મકાનો પડી ગયા 30 થી પણ વધારે બાળકો ને ઇજા માળીયા હાટીના તાલુકાના કાત્રાસા ગીર ગામ માં આજે સાંજે 5 વાગ્યે વરસાદ ના છાંટા સાથે ભયાનક પવન વાવા ઝોડું ફૂકતા નાના મોટા કાચા નળિયા વારા 100 જેટલા મકાનો ની દીવાલો ભિતો પડી ગઈ છે અનુક મકાનો તો સાવ પડી ગયા છે અને 5 વર્ષ માંડી ને 12 વર્ષ ના 30 થી પણ વધારે બાળકો ને નાની મોટી ગંભીર ઇજા થઇ છે ભયાનક વાવા જોડા એ 10 મિનિટ માં સોથ બોલાવી દીધો છે જાણેકે ચક્રવતી વાવા જોડું હોય એમ લાગતું હતું
ગામ ના સરપંચ વિજય ડોડીયા અનિરુદ્ધ ડોડીયા અને કાનજી ભાઈ રામ ભાઈ યાદવ લોક સેવક જીવા ભાઈ સિસોદિયાતાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને 108 ઇમરજન્સી એમવ્યુલનશ ને બોલાવી ને તાત્કાલિક માળિયા હાટીના ની સરકારી હોસ્પિટલે બાળકો ને એડમિટ કર્યા છે. ડો કરમતા જતીન ભાઈ દેસાઈ સ્ટાફ નર્શ બહેનો ભાઈ ઓ એ તાત્કાલિક સારવાર આપી હતી અને ભય મુક્ત કર્યા છે જરૂર જણાયે લ બાળકો ને વધુ સારવાર માટે કેશોદ પણ રીફર કરાયા છે કાત્રશા ગામ માં આવી ભયાનક વાવા જીડું પેલી વાર ફૂકતા ગ્રામ જનો માં અરેરાટી મચી ગઇ છે લોકો ના ટોળે ટોળા હોસ્પિટમાં પુગી ગયા હતા
પી એસ આઈ મંઘરા પોકો ભરત બાપુ સ્ટાફ સાથે હોસ્પિટલે દોડી ગયા છે.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 25
અસહ્ય ગરમી અને બફારા બાદ આજે સૌરાષ્ટ્રમાં શહેરો અને ગામોમાં મેઘ સવારી આવી પહોંચી હતી. વરસાદના પગલે લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ખેડુતોમાં હર્ષ ફેલાયો હતો. ભારે પવન બાદ વરસાદની એન્ટ્રી થતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. ખેતરોમાં પાણી આવતા પાકને જીવત દાન મળ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે આજે 1 થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાં રાહત થઈ હતી.
જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુરમાં લાંબા સમયના વિરામ બાદ આજે બપોરના સમયે વરસાદની એન્ટ્રી થઇ છે . જેતપુર શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો . લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા સૌ કોઇના ચહેરા પર રાજીપો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના જેતપુરમાં લાંબા સમયના વિરામ બાદ આજે બપોરના પાંચ વાગ્યા બાદ ભારે પવન બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. જેતપુર ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો જેમાં વીરપુર,પીઠડીયા,મેવાસા,કાગવડ, ઉમરાલી,પેઢલા,સરધારપુર, ગુંદાળા સહિત ગામડાઓમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા સૌ કોઇના ચહેરા પર રાજીપો જોવા મળી રહ્યો છે.અસહ્ય ગરમી સામે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ પંથકના લોકો પણ હાંશકરો અનુભવી રહ્યા છે. વરસાદનું કરી આગમન થયું છે ત્યારે મુરઝાતા મોલ પર કાચું સોનું વરસતું જોવા મળી રહ્યું છે . વરસાદ વરસતા ધરતી પુત્રો પર ફરી રોનક જોવા મળી રહી છે અને ખેતરોના પાકમાં પણ નવું જીવનદાન મળ્યું છે.જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પાણી રસ્તાઓ પર વહેતા જોવા મળ્યા.
ગોંડલ
દિવસભર ના ધાબડીયા વાતાવરણ વચ્ચે સાંજે અનરાધાર વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.વરસાદ ના પગલે અસહ્ય બફારા વચ્ચે ઠંડક પ્રસરતા લોકો એ રાહત ની લાગણી અનુભવી હતી. વરસાદ ના આકડા અંગે મામલતદાર કચેરી ના ફલડ કંટ્રોલ રુમ પર ફોન કરતા સતત નો રિપ્લાય થયો હતો. મામલતદાર નકુમ નો મોબાઇલ પણ નો રિપ્લાય હોય તંત્ર દ્વારા ફલડ કંટ્રોલ રુમ કાયઁરત કરાયો છે કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે.સાથે તંત્ર ની ઢીલીનીતી પણ બહાર આવી છે.
ઉપલેટા
અસહય ગરમીના બફારા બાદ આજે બપોરના 6 થી 6.30 દરમ્યાન ભારે વરસાદ પડેલ હતો. જે થોડી વારમાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને વરસાદ પડતા ઉપલેટા સીટી નો આજે દિવસ દરમ્યાન 31 મી.મી. વરસાદ પડેલ છે. તેમજ મોસમનો કુલ વરસાદ 65 મી.મી. નોંધાયેલ છે. જયારે તાલુકાના ગામડાઓમાં વરજાંગ જાળીયા, નિલાખા, મેખાટીંબી, સહિતના ગામડાઓમાં પણ 1 થી 1.30 ઈંચ વરસાદ પડયાના સમાચાર છે.
વેરાવળ
વેરાવળ વિસ્તારમાં મા બપોર બાદ વરસાદ શરૂ થયો હતો અને પવન ના સુસવાટા સાથે જોરદાર વરસાદ વરસતા પહેલા આગોતરી મગફળી વાવેલ તે મગફળી ને ખૂબજ ફાયદો થયેલ છે અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે વરસાદ ની કાગ ડોળે રાહ જોતા ખેડૂતો મા હરખ જોવા મળેલ પવન સાથે એક થી દોઢ ઈંચ વરસાદ વરસેલ છે અને ત્યારબાદ વરસાદ બંધ થયેલ હતો વરસાદ ને કારણે મગફળી ના ખેતરો મા પાણી ભરાણા હતા.
પ્રાંચી
યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે સતત બીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો બપોર પછી અચાનક વાતાવરણ પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજા તૂટી પડ્યા હતા અને એક કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો ચારે બાજુ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
રંગપુર
સુત્રાપાડા તાલુકાનું રંગપુર ગામે બપોર પછી વાતાવરણના પલટો આવતા મુશળધાર વરસાદ વરસ્યો હતો અને આજુબાજુ વિસ્તારમાં પાણી પાણી દ્રશ્યો સર્જાયા હતા ભારે વરસાદને કારણે વોંકળામાં ભારે પૂર આવ્યું હતું અને વાડી વિસ્તાર સંપર્ક તૂટ્યો હતો.
અમરેલી જિલ્લો
અમરેલી જીલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે.આજે પણ બપોર બાદ અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સમયે વરસાદ ખાબક્યો હતો.પવનના સુસવાટા સાથે લાઠી અને અમરેલીના આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાઠી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વહેતો થયો હતો.વરસાદની સાથે ભારે પવન પણ જોવા મળ્યો હતો.આસપાસના ગામો તાજપર,રામપર સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો.બે દિવસના વિરામ બાદ ફરી લાઠી પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.તો ખેડૂતોએ કરેલા વાવેતરની ફાયદો થયો હતો. તો અમરેલી શહેરમાં પણ બપોર બાદ વરસાદ પડ્યો હતો.ભારે ગાજવીજ સાથે વરસાદનું ધીમીધારે આગમન થયું હતું. જોકે સામાન્ય વરસાદને કારણે રોડ રસ્તાઓ ભીના થયા હતા.
ભીમળદેવળ
તાલાલા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આજ રોજ 3:30 થી 4 વાગ્યા સુધીમાં જસાપર શતિધાર, રામપર, અને ભીમળદેવળ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસેલો વધુમાં આ ભારે પવન સાથે પડેલા વરસાદ અડધી કલાક સુધીમાં પડેલા વરસાદમાં કારણે ઠેર ઠેર ખેતરોમાં પાણી ભરાય ગયેલા અત્યારે વરસાદના કારણે ખેડુતોમાં હરખની હેલી જોવા મળી. વધુમાં આજ રોજ ગઈકાલે પણ આ વિસ્તારોમાં લગભગ 2 થી અઢી ઈંચ વરસાદ પડેલો ગામના રસ્તાઓ ઉપર જાણે પાણી ફરી વળ્યા હતા.
મેંદરડા
ભારે ઉકળાટ બાદ આજ રોજ સવાર થીજ મેંદરડા વરસાદ શરૂ થયો હતો અને રોડ રસ્તાઓ પર થી પાણી ફરી વળ્યાં હતાં અને સમય સર વરસાદ થઈ જતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી અને ભારે ઉકળાટ બાદ પ્રથમ વરસાદ થી વાતાવરણ ઠંડું થતાં ગરમી થી રાહત મળી હતી.
મોટી મારડ
મોટી મારડ તથા આજુબાજુ ના વિસ્તાર માં આજરોજ બપોર બાદ અડધા થી પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ આજરોજ બપોર બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ