રાજકોટ સહિત રાજ્યના 25 પેટ્રોલ પમ્પ ઉપર જીએસટીના દરોડા

હિસાબોની ચકાસણી : મોટા પાયે કર ચોરી પકડવાની શક્યતા

રાજકોટ તા.26
સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં કુલ 25 પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટી વિભાગ દ્વારા વિવિધ કોમોડિટી અને સર્વિસીસમાં સિસ્ટમ બેઝડ એનાલિસીસ અને માર્કેટ ઈન્ટેલિજન્સ આધારિત ટેક્સનું યોગ્ય રીતે કોમ્પ્લાયન્સ કરવામાં આવે છે કે નહીં, તે હેતુસર રાજ્યમાં 25 પેટ્રોલ પંપ પર ચકાસણી હાથ ધરાઈ હતી. આ પેટ્રોલ પંપો દ્વારા કરવામાં આવેલ વેચાણો અને તેના પર લાગુ પડતા વેટનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે કે નહીં અને હિસાબોમાં તેની નોંધ કરવામાં આવે છે કે નહીં, તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે. પેટ્રોલ પંપો પરની તપાસમાં મોટાપાયે વેટ ચોરી પકડાય તેવી શક્યતા છે.
એસજીએસટી દ્વારા અમદાવાદમાં 6, નવસારીમાં 4, ડાંગમાં 2, ભાવનગરમાં 3, રાજકોટમાં 2, ઈજરમાં 3, વલસાડમાં 1, ભીલોડોમાં1, ભરૂચમાં 1, વડોદરામાં 1, ગોધરામાં 1 સહિત કુલ 25 પેટ્રોલ પંપ પર તપાસ હાથ ધરવામાં આવી છે. જૠજઝ પેટ્રોલ પંપોના હિસાબો અને વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પટેલ એન્ટરપ્રાઇઝ મીતેષ ઓટોમોબાઇલ, સુરેન્દ્ર પેટ્રોલીયમ, જયવીર સિવીલ પેટ્રોલપંપ, અષ્યવિનાયક પેટ્રોલીયમ અને જય પેટ્રોલીયમનો સમાવેશ થાય છે. જ્યારે મા લક્ષ્મી પેટ્રોલીયમ, મહાલા પેટ્રોલીયમ મારવીન પેટ્રોલીયમ, પટેલ પેટ્રોલીયમ ભાવનગરનાં ધારેશ્વર પેટ્રોલીયમ, ભવાની પેટ્રોલીયમ અને શ્રાી ગોપીનાથ પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
સ્ટેટ જીએસટી વિભાગના સિસ્ટમ બેઝડ એનાલિસિસ તેમજ માર્કેટ ઈન્ટેલિજન્સ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાંક પેટ્રોલ પંપોની પેટ્રોલ-ડીઝલના જથ્થાની આવક સામે ટેક્સની રકમમાં તફાવત જોવા મળ્યો હતો. આ તફાવતને લઇને પેટ્રોલ પંપના માલિકો કેવા પ્રકારની ટેક્સ ચોરી કરી રહ્યાં છે તે સમજવા માટે રાજ્યના લગભગ 25 પેટ્રોલ પંપો ઉપર તપાસ હાથ ધરાઈ હતી.
આ તપાસ દરમિયાન પંપો પર પેટ્રોલ વેચવામાં આવે છે તેનો હિસાબની નોંધ કરવામાં આવે છે કે નહીં તે તપાસવામાં આવ્યું છે. આ તપાસમાં પેટ્રોલ પંપના સંચાલકો પાસેથી હિસાબી ચોપડા તેમજ ડિજિટલ ડેટા રિકવર કરવામાં આવ્યા. આ ડેટાના આધારે ટેકસ ચોરી કરવામાં આવી હશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઘણીવાર જીએસટી વિભાગ દ્વારા બેનામી વ્યવહાર કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મહત્વનું છે કે, થોડાંક દિવસો પહેલાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના અમદાવાદ અને સાસણગીરની હોટલ અને રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જીએસટી વિભાગે 2 કરોડ 14 લાખની વસૂલાત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ