ભાવનગર નાનીમાળ ગામે યુવાન વકીલનો ગળાફાંસો ખાઇ આપઘાત

આપઘાતનું કારણ અકબંધ : પોલીસે હાથ ધરી તપાસ

ભાવનગર તા.26
પાલિતાણાના નાનીમાળ ગામના યુવાન એડવોકેટે પોતાના ઘરે સાડીનો ફંદો બનાવી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાંનો બનવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામના ખેડુત પોપટભાઈ ભેડાનો પુત્ર કાંતિભાઈ પોપટભાઈ ભેડા ( ઉ.વ .29 ) એ તેના ઘરના બીજા રૂમમાં એકલાં સુવા ગયો હતો જે પછી સવારે મોડે સુધી બહાર નહી આવતા તેના પરિવારે તપાસ કરતા તેણે રૂમના સ્લેબની હુકમાં સાડી વડે ફંદો બનાવી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલી હાલતમાં લટકેલા જોવા મળતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી છે.મૃતક યુવાન એડવોકેટ છે અને પરણિત છે. ઘરેલુ ઝઘડામાં આ પગલું ભર્યું હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ