ઉના નજીક અકસ્માતમાં બે વ્યકિતને થઈ ઈજા

એસટીબસ મિનીટ્રેકટર ટકરાયા

(પ્રતિનિધિ દ્વારા) ઉના,તા.3
ઊના ગીરગઢડા રોડ પર આવે તપોવન પાટીયા એસ ટી બસ અને મિની ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. તપોવન પાટીયા પાસે ઉના સનવાવ ઉના રૂટની એસ ટી બસ અને મિની ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા મિની ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજા થતાં રસ્તા પરજ ઢળી પડ્યો હતો. આ અકસ્માતની ઘટના બનતા રસ્તા પરથી પસાર થતા વાહન થંભી ગયા હતા અને ટ્રાફીક સર્જાયેલ હોય અને ઇજા ગ્રસ્ત યુવાન ધીરૂભાઇ માલાભાઇ મકવાણા રહે. કોદીયા તા.ગીરગઢડા તેમજ ગીગાભાઇ ભગવાનભાઇ બારૈયા રહે. ખાપટ વાળાને ગંભીર ઇજા થતા તાત્કાલીક હોસ્પીટલે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ. આ અંગેની પોલીસમાં કોઇ પોલીસ ફરીયાદ નોધાયેલ ન હતી..

રિલેટેડ ન્યૂઝ