જામનગરનો 483મો સ્થાપના દિવસ ઉજવાયો

પાલીકા તંત્ર દ્વારા હેરીટેજ વોક સાથે ખાંભી પુજનનો કાર્યક્રમ સુમેરે સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર. તા. 4
જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483 મા સ્થાપના દિન નિમિત્તે આજે હેરીટેજ વોક અને ખાંભી પૂજન ના કાર્યક્રમ નું આયોજન થયું હતું.જેમાં અધીકારીઓ, પદાધીકારી ઓ વિવિધ સંસ્થાઓ વિદ્યાર્થીઓ સહિતના ઓ જોડાયા હતા.
જામનગર ના આજે 483 માં સ્થાપના દિવસ નિમિત્તે આજે જામનગર મહાનગર પાલિકા દ્વારા સવારે સાત વાગ્યે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોકમાં જામનગર ના મેયર બીનાબેન કોઠારી ,મ્યુનિ.કમિશનર વિજય કુમાર ખરાડી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ વિવિધ સંસ્થાઓ, શાળાઓના બાળકો બહોળા પ્રમાણમાં જોડાયા હતા આ હેરિટેજ વોક માં 3000 થી વધુ સંસ્થાઓ, શાળાઓ ના બાળકો જોડાયા હતા.
જામનગર માં ખંભાળિયા ગેટ થી દરબાર ગઢ સુધી હેરિટેજ વોક યોજાઇ હતી. આ હેરિટેજ વોક માં જામનગરની વિવિધ ધાર્મિક ,સામાજિક સંસ્થાઓ વિવિધ સંગઠનો સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા બહોળા પ્રમાણમાં શહેરીજનો તિરંગા સાથેના આ હેરિટેજ વોક મા જોડાયા હતા.
આ હેરિટેજ વોક ની શરૂઆત શહેર ના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી એ પ્રસ્થાન કરાવી હતી. તિરંગા સાથે ની આ હેરિટેજ વોક ભુજીયા કોઠો , લાખોટા તળાવ, ગેટ નંબર 8 થી પ્રવેશ કરી જામ રણજીતસિંહજી ની પ્રતિમા થી ગેટ નંબર 6 થી માંડવી થઈ ટાવર દરબાર ગઢ પાસે પહોચી હતી.દરબારગઢ ના સર્કલ માં અધિકારીઓ પદાધિકારીઓ અને શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગાન બાદ આ હેરિટેજ વોક પૂર્ણ થઇ હતી.
હેરિટેજ વોકની પુર્ણાહુતી પછી દિલાવર સાયકલ સ્ટોર માં જામનગરના સ્થાપના દિન નિમિત્તે ના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા ખાંભી નું પૂજન કરવામાં આવ્યું હતું આ ખાંભી પૂજનના મુખ્ય યજમાન મેયર બીનાબેન કોઠારી રહ્યા હતા. તેઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક દિલાવર સાયકલ સ્ટોર માં આવેલ જામનગરની સ્થાપના થયેલ હોય તે ખાંભીનું પૂજન કર્યું હતું .આ કાર્યક્રમમાં કમિશનર વિજય કુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી ,નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આસી. કમિશનર બી.જે.પંડ્યા, સિટી એન્જિનિયર ભાવેશ જાની, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષ ના નેતા કુસુમબેન પંડ્યા નોડલ ઓફિસર અને હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી , જિલ્લા યોગકોચ પ્રીતિબેન શુક્લા, રાજહંસ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ મેમ્બર અમીબેન પરીખ, કોર્પોરેટરો, સમાજ સંગઠકો, આરક્યોલોજી વિભાગ ના ક્યુરેટર હેરિટેજ વોક અને ખાંભી પૂજન ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ