9મીથી વાંકાનેર-મોરબીની ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.4
પશ્ચિમ રેલવેએ વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી 6 ડેમુ ટ્રેનોના સંચાલન નો સમય 9મી ઓગસ્ટ, 2022થી પરિવર્તિત કર્યો છે.
ટ્રેન નંબર 09561 વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી રાત્રે 22.10 વાગ્યે ના બદલે 10 મિનિટ વહેલા એટલે કે 22.00 વાગ્યે ઉપડશે અને મોરબી 22.45 વાગ્યે પહોંચશે. ટ્રેન નંબર 09562 મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી સવારે 06.00 વાગ્યે ના બદલે 10 મિનિટ વહેલા એટલે કે 05.50 વાગ્યે ઉપડશે અને વાંકાનેર 06.35 વાગ્યે પહોંચશે. ટ્રેન નંબર 09441 વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી 07.10 વાગ્યે ના બદલે 10 મિનિટ વહેલા એટલે કે 07.00 વાગ્યે ઉપડશે અને 07.45 વાગ્યે મોરબી પહોંચશે. ટ્રેન નં. 09442 મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી સવારે 08.10 વાગ્યે ના બદલે 15 મિનિટ વહેલા એટલે કે 07.55 વાગ્યે ઉપડશે અને વાંકાનેર સવારે 08.40 વાગ્યે પહોંચશે. ટ્રેન નંબર 09439 વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી રાત્રે 19.20 વાગ્યે ના બદલે 20 મિનટ વહેલા એટલે કે 19.00 વાગ્યે ઉપડશે અને મોરબી 19.45 વાગ્યે પહોંચશે. ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી રાત્રે 20.20 વાગ્યે ના બદલે 20 મિનિટ વહેલા એટલે કે 20.00 વાગ્યે ઉપડશે અને વાંકાનેર 20.45 વાગ્યે પહોંચશે.

રિલેટેડ ન્યૂઝ