વડિયાના સાણથલી ગામે મકાનમાં ચાલતી જુગાર કલબમાં દરોડો: 14 ઝડપાયા

17 મોબાઈલ, 2 કાર, રોકડ રૂા.77,400 સહિત કુલ રૂા.13.73 લાખનો મુદ્દામાલ કબ્જે

(પ્રતિનિધિ દ્વારા)
અમરેલી તા.4
ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોક કુમારનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહે આ ડ્રાઇવ દરમ્યાન તથા શ્રાવણ માસ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે વડીયા તાલુકાના સાણથલી ( ભુમલી) ગામે પાદરમાં આવેલ ઘનશ્યામભાઇ વિક્રમભાઇ વાળાના રહેણાક મકાનના રાજભાઇ દેવકુભાઇ વાળા રહે.સાણથલી વાળી જુગારનો અડ્ડો ચલાવી પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી, ગંજીપત્તાના પાના વડે તીન-પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે, તેવી ચોક્કસ બાતમી આધારે ગઇ કાલ તા.03/08/2022 ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ, શ્રી. પી. બી. લક્કડ નાઓએ એલ.સી.બી.ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જુગાર ધામ પકડી પાડી, કુલ 14 ઇસમોને રોકડ રકમ, વાહનો, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ સામે જુગારઘારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પોલીસે જુગાર રમતા ઝડપી લીધેલા જુગારીમાં રાજભાઈ દેવકુભાઈ વાળા (ઉ.વ.30), અતુલભાઈ ગોગનભાઈ પરમાર (ઉ.વ.35), કરણભાઈ હાજાભાઈ પરમાર, અશોકભાઈ પુનાભાઈ વઘાસીયા, ઈનભાઈ વિઠ્ઠલભાઈ વઘાસીયા, અશોકભાઈ ભીખાભાઈ પટોળીયા, ગોપાલભાઈ ભરતભાઈ પાનસુરીયા, પરેશભાઈ ચંદુભાઈ આંબલીયા, ભાવેશભાઈ ભીખુભાઈ ભેંસાણીયા, વિનોદભાઈ વિક્રમભાઈ, સંદીપભાઈ હસમુખભાઈ મહેતા, જગદીશ વસંતભાઈ બગડાઈને કુલ કિં.રૂા.13,73,900ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ