અમદાવાદના નવ સહિત રાજ્યના 55 PIની બદલી, જુઓ યાદી

સરકાર દ્વારા આજે રાજયના 55 જેટલા પીઆઇની સામુહિક બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના નવ સહિત રાજયના 55 પીઆઇની અલગ અલગ જિલ્લાઓમાં બદલીઓ કરતો હુકમ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પીઆઇની બદલીનો ઘાણવો નીકળ્યો છે. ત્યારે આવનારા સમયમાં હજુ વધુ પીઆઇની બદલીઓ તોળાઇ રહી છે. સાથે સાથે આઇપીએસ અધિકારીઓની પણ બદલીઓનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. તાજેતરમાં જ સરકારે એવો હુકમ કર્યો હતો કે એક જ જગ્યા પર ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીની તાત્કાલીક બદલીઓ કરવામાં આવે, આ હુકમના અનુસંધાને 55 પૈકીના અમુક પીઆઇની બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ