અમદાવાદમાં માનસી સર્કલ નજીક દારૂના અડ્ડા પર PCBનો સપાટો

હજુ તો ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના લોકોના મનમાંથી વિસરાઇ નથી અને અમદાવાદમાં હજુ તો ગઇકાલે જ નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ત્યાં તો આજે શહેરના પોશ વિસ્તારમાં વધુ એક જગ્યાએથી દારૂનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યું છે.

શહેરના પોશ વિસ્તાર કહેવાતા માનસી સર્કલ નજીક આજે PCBને બાતમી મળતા પીસીબીએ રેડ પાડી હતી. જે દરમ્યાન પોલીસે ખૂબ મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો. તેમજ પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, હજુ તો ગઇકાલે જ અમદાવાદના ન્યુ રાણીપમાં આવેલ જૂની કાચની બોટલના ગોડાઉનમાં ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો. ન્યુ રાણીપમાં આવેલ ગોડાઉનમાં શંકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના બંને આરોપીઓ એસેન્સ ( કલર), આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરોજ અલગ-અલગ મોંઘી કિંમતનો ઈંગ્લિશ દારૂ બનાવીને બોટલોમાં સિલ કરીને વેચાણ કરતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

શંકર મારવાડી નામના આરોપી એ આ જગ્યા 10 હજાર રૂપિયાના માસિક કિંમતે ભાડે રાખી હતી. અને છેલ્લા 6 મહિનાથી શંકર અને મોહમ્મદ છીપા નામના આરોપી પાસેથી દારૂની ખાલીબોટલો લાવીને નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા હતા. અને દરોજ 1 લાખથી પણ વધારે કિંમતનો દારૂ વેચના કરતા હોય તેવી પ્રાથમિક માહિતી મળી છે. નશા માફિયાઓએ પોલીસ કે કોઈ અજાણી વ્યક્તિ અંદર પ્રવેશીના શકે તે માટે 3 કુતરાઓ રાખ્યા હતા. જેથી કોઈ બહારની વ્યક્તિ આવે તો ડાયરેકટ અટેક કરે. PCBએ બાતમીના આધારે રેડ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે શકર મારવાડી નામનો આરોપી ફરાર છે તેણે ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ