ગોંડલમાં વધુ એક યુવાને આપઘાત કર્યો

ગોંડલ શહેર પંથકમાં આપઘાતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. અહિંના જીન પ્લોટમાં રહેતા આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા સીટી પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

ગોંડલ જીન પ્લોટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાવિકભાઈ રાજેન્દ્રભાઈ બુધ્ધભટ્ટી (ઉંમર વર્ષ 29)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી. યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાને પગલે હોસ્પિટલમાં તેના સગા-વહાલાઓ એકઠા થઈ જવા પામ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાઈ બહેનના પરિવારમાં બહેનના લગ્ન થઈ ગયા હતા અને માતાનું ચાર વર્ષ પહેલાં નિધન થઈ ગયું હોવાથી પિતા અને પુત્ર એકલા જ રહેતા હતા.

ભાવિકભાઈના પિતા રાજેન્દ્રભાઈ નોટબૉલ્ટ બનાવતી કંપનીમાં કામ કરતા અને ભાવિક એસી બનાવતી કંપનીમાં કામ કરી રહ્યો હોવાનું અંતમાં જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ ભાવિક બાઈક રાઈડિંગનો શોખ ધરાવતો હતો. તેમજ ગોંડલ, રાજકોટથી રાજસ્થાન સુધી બાઈક રાઈડ કરીને જતો. બુલેટ રાઈડનો પણ ખાસ શોખ ધરાવતો મિત્ર મંડળમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ