કાલાવડના રણુજાધામમાં ભરવાડ સમાજના 160 તેજસ્વી છાત્રોનું સન્માન

નવનિયુકત સરકારી કર્મચારી, ટ્રસ્ટીઓનું પણ બહુમાન

કાલાવડ તા.9
કાલાવડના રણુંજા ધામે શ્રી રામદેવપીર દેવસ્થાન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, નવનિયુક્ત કર્મચારીઓ તેમજ ટ્રસ્ટીશ્રીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
રણુંજા ધામે આવેલ શ્રી રામદેવજી મહારાજ મંદિરે હિરાભગતની જગ્યામાં શ્રી રામદેવપીર દેવસ્થાન સમિતિ દ્વારા પ્રતિભા સન્માન સમારોહનું ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું. સૌપ્રથમ સી.એ., બી.એચ.એમ.એસ., બી.પી.એચ., સાયન્સ ગ્રેજ્યુએટ, કોમર્સ ગ્રેજ્યુએટ, આર્ટસ ગ્રેજ્યુએટ જેવા ઉચ્ચ અભિયાસમાં અવ્વલ નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ એચ.એસ.સી. સાયન્સ, કોમર્સ, આર્ટસ અને એસ.એસ.સી. સી.બી.એસ.સી. તેમજ ગુજરાત બોર્ડમાં જ્વલંત પરીણામ મેળવનાર ભરવાડ સમાજના આશરે 160 દિકરાઓ – દિકરીઓને શિક્ષણિક કીટ જેવી કે વિ.આઈ.પી. ફાઈલ, પેન, સર્ટિફિકેટ, ફૂલ સ્કેપ ચોપડા અને સાથો સાથ સિલ્ડ આપીને મંચસ્થ મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરવાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે હાલમાં જ સમાજના નવ નિયુક્ત સરકારી કર્મચારીઓ કે જેવો એ સરકારના અલગ-અલગ વિભાગો નિમણૂક પામેલા છે તેવા વિસેક કર્મચારીઓને પણ સિલ્ડ, સન્માન પત્ર અને વિશેષ પેન આપીને સન્માનિત કરીને પ્રગતિના પંથે સતત આગળ વધતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ શ્રી રામદેવપીર દેવસ્થાન યુવા સમિતિ દ્વારા શ્રી રામદેવજી મહારાજ દેવસ્થાન ટ્રસ્ટ – રણુંજાના તમામ ટ્રસ્ટીશ્રીઓની પણ નોંધ લઈને વિશેષ સન્માન પત્ર સ્વરૂપે સિલ્ડ આપીને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ