લાઈટ હાઉસ આવાસ યોજનામાં હપ્તા ન ભરતા 327ને નોટિસ

7 દિવસમાં હપ્તા ભરવા મનપાની તાકીદ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.9
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31,000 થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, ઇજઞઙ 1,2,3, રાજીવ આવાસ ોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગર
પાલિકાની વિવિધ આવાસ યોજનાઓના ડ્રો થયા બાદ કેટલાક આસામીઓએ મહાનગરપાલિકા દ્વારા વિવિધ માધ્યમોથી અવારનવાર જણાવવામાં આવ્યા પછી પણ હજુ સુધી આવાસના કેટલાક બાકી હપ્તાઓની ચૂકવણી નથી કરી, આવા આસામીઓને દિવસ-7માં હપ્તાની ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત (લાઈટ હાઉસ પ્રોજેક્ટ) માં 327 લાભાર્થીઓને
આવાસના બાકી હપ્તાની રકમની ભરપાઈ કરી તેની નકલ આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ડો આબેડકર ભવન, રૂૂમ નંબર-2, બીજો માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે. જો દિન- 7મા આવી બાકી રકમ ભરપાઈ કરવામાં કસુર થશે તો નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. મુદત સમય બાદ કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ