મેળાનું નામ આઝાદીનો અમૃત લોકમેળો

17મીએ સાંજે 5 વાગ્યે ઉદ્ઘાટન: મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવાયું: 10 લાખ થી વધુ લોકો માણશે મેળો

  • પોલીસનું શસ્ત્ર પ્રદર્શન:E-FIR મતદાન જાગૃતિનો પ્રચાર કરાશે
  • જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનાં સૌથી મોટા જન્માષ્ટમીના મેળામાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવામાં આવશે. એટલું જ નહીં ચુંટણીનું વર્ષ હોય મતદાન જાગૃતિ માટે ખાસ પ્રચાર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ઈએ ફઆઈઆર અમલમાં મુકી છે. તેની પણ જનજાગૃતિ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા ખાસ શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવશે.
  • મેળામાં રસીકરણ માટે સેન્ટર ઊભા કરાશે
  • કોરોનાનો ખતરો હજુ મંડરાઈ રહ્યો છે ત્યારે મેળામાં આવનાર વ્યક્તિને માસ્ક અને રસીના બે ડોઝ લેવાની વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ છતાં જો કોઈ વ્યક્તિ મેળામાં રસીના બે ડોઝ નહીં લીધા હોય તો તેઓ માટે ખાસ સેન્ટર ઉભા કરવામાં આવશે અને મેળામાં જ રસી આપવામાં આવશે. તદઉપરાંત કોઈપણ વ્યક્તિને કોરોના છે કે નહીં તેની ચકાસણી માટે રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવશે.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.9
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાનાર જન્માષ્ટમીના સૌથી મોટા લોકમેળાનું નામ કરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની કરવામાં આવતી ઉજવણીને લઈને મેળાનું નામ પણ આઝાદીનો અમૃત લોકમેળો કરવામાં આવ્યું છે. તેમ આજે જિલ્લા કલેકટરે જાહેરાત કરતાં જણાવ્યું હતું. જિલ્લા કલેકટરે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, લોકમેળાના નામ માટે કુલ 742 જેટલી ઓનલાઈન અરજીઓ મળી હતી.તેમાંથી આઝાદીનો અમૃત લોકમેળાનું નામ પસંદ કરવામાં આવ્યું છે. મેળાનું નામ સજેશ કરનારને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, તા.17ના રોજ સાંજે 5 કલાકે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સંભવિત મુખ્યમંત્રી મેળાનું ઉદઘાટન કરવા આવે તેવી પ્રબળ શકયતા છે.
બે વર્ષ બાદ યોજાનાર લોકમેળામાં આ વખતે આશરે 10 થી 12 લાખ લોકો ઉમટી પડનાર છે. રાજકોટનો રંગીલો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે ત્યારે મેળામાં ફજતફાડકા, રાઈડસ, મોતના કૂવા સહિત રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી કલેકટર તંત્ર દ્વારા મેળાનું પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. ગત સપ્તાહે મેળાના સ્ટોલ અને પ્લોટની હરરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્યારે રેસકોર્ષ મેદાનમાં મંડપ ઉભા કરવામાં આવી રહ્યાં છે. જેની આજે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ અને સિટી-1 પ્રાંત અધિકારી કે.વી.ચૌધરી સહિતની મેળાની ટીમે ફીલ્ડ વિઝીટ કરી હતી. મેળામાં વરસાદનો ખતરો હોય કોઈપણ જગ્યાએ વરસાદી પાણી ન ભરાઈ તે માટે તંત્ર દ્વારા માટી અને કપચી નાંખવામાં આવી રહી છે. એટલું જ નહીં મેળામાં કલેકટર તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.

રિલેટેડ ન્યૂઝ