ST કર્મચારીઓના સોશિયલ મિડિયામાં કેજરીવાલ છવાયા

પગાર વધારાની જાહેરાત કરતા સોસિયલ મિડિયાના સ્ટે્ટસ અને ડિસપ્લેમાં દિલ્હીના મુખ્યમંત્રીના ડિપી

રાજકોટ,તા.23
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય પક્ષોમાં જાણે લ્હાણીની હોડ જામી હોય તેમ સામાજીક અને સરકારી સંગઠનોની માંગ સરકાર સ્વીકારે છે. ત્યારે ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે એસ.ટી.ના કર્મચારીઓના પગાર વધારાની અને માંગણીઓ સ્વીકારવાની જાહેરાત કરતા એસ.ટી. કર્મછારીઓના વોટ્સએપ ડિપીમાં કેજરીવાલ છવાઈ ગયા છે. તમામ એસ.ટી.ના કર્મચારીઓના મોબાઈલ વોટ્સએપ ડિસ્પલેમાંકેજરીવાલ દેખાઈ રહ્યા છે. તાજેતરમાં ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. બાદમાં પોલીસ કર્મચારીઓના મોબાઈલ માટે વોટ્સએપ અને ટ્વીટર સહિતના ડિપીમાં કેજરીવાલ છવાય ગયા હતા અને આપને સમર્થન આપતી પોસ્ટો પણ થતા ગુજરાત સરકારે પણ રાતોરાત પોલીસ જવાનોના ભથ્થામાં વધારો કર્યાની જાહેરાત કરી હતી. પોલીસ જવાનો બાદ કેજરીવાલ દ્વારા એસ.ટી.ના કર્મચારીઓને પણ ગેરન્ટી આપવામાં આવી છે કે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો એસ.ટી. નિગમના કર્મચારીઓના પગારમાં વધારો કરાશે. કેજરીવાલની જાહેરાત બાદ એસ.ટી. નિગમના કર્મચારીઓના સોશિયલ મિડિયાના સ્ટેટસમાં કર્મચારીઓ દ્વારા કેજરીવાલની તસવીર અપલોડ કરી હતી અને સપોર્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે પોલીસના ગ્રેડ-પે વધારા વખતે પોલીસ કર્મચારીઓ દ્વારા તેમના સોશિયલ મિડિયામાં કેજરીવાલના ફોટો ડિપીમાં રખાયા હતા અને ભારે ઉચ્ચકક્ષાએથી સુચના અને આદેશ મળતા તમામ પોલીસ કર્મચારીઓએ પોતાના સ્ટેટસમાં અપલોડ કરેલ ફોટા અને સ્પીચના વિડિઓ હટાવી લેવામાં આવ્યા હતા. ત્યારે એસ.ટી. નિગમના કર્મચારીઓ ઉપર પણ પરોક્ષ રીતે પ્રતિબંધ આવી શકે છે અને ડિપી હટાવી લેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. છતા પણ પૂરતી માંગણીઓ સ્વીકારવામાં આવી નથી તેમજ પગાર વધારો પણ મજાક સમાન આપ્યો હોવાથી નારાજ કર્મચારીઓએ કેજરીવાલને સમર્થન આપતા ડિપી રાખ્યા હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ